મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૨૮:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.

  2. પુનર્નિયમ ૨૮:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.

  3. પુનર્નિયમ ૨૮:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.

  4. પુનર્નિયમ ૨૮:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવારથી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે.

  5. પુનર્નિયમ ૨૮:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે.

  6. પુનર્નિયમ ૨૮:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.

  7. પુનર્નિયમ ૨૮:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો.

  8. પુનર્નિયમ ૨૮:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.

  9. પુનર્નિયમ ૨૮:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.

  10. પુનર્નિયમ ૨૮:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે.

  11. પુનર્નિયમ ૨૮:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.

  12. પુનર્નિયમ ૨૮:૩૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો.

  13. પુનર્નિયમ ૨૮:૩૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.

  14. પુનર્નિયમ ૨૮:૩૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.

  15. પુનર્નિયમ ૨૮:૩૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.

  16. પુનર્નિયમ ૨૮:૩૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો.

  17. પુનર્નિયમ ૨૮:૩૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.

  18. પુનર્નિયમ ૨૮:૩૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો.

  19. પુનર્નિયમ ૨૮:૩૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.

  20. પુનર્નિયમ ૨૮:૩૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.

  21. પુનર્નિયમ ૨૮:૩૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.

  22. પુનર્નિયમ ૨૮:૪૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે.

  23. પુનર્નિયમ ૨૮:૪૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.

  24. પુનર્નિયમ ૨૮:૪૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે.

  25. પુનર્નિયમ ૨૮:૪૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.