મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૬૬:૮આશરે ઈ.પૂ. ૬૯૮

    આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.

  2. યશાયા ૬૬:૯આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? “હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?” એવું યહોવાહ પૂછે છે.

  3. યશાયા ૬૬:૧૦આશરે ઈ.પૂ. ૬૯૮

    યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ.

  4. યશાયા ૬૬:૧૧આશરે ઈ.પૂ. ૬૯૮

    તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો.

  5. યશાયા ૬૬:૧૨આશરે ઈ.પૂ. ૬૯૮

    યહોવાહ એવું કહે છે: “હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે.

  6. યશાયા ૬૬:૧૩આશરે ઈ.પૂ. ૬૯૮

    જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.”

  7. યશાયા ૬૬:૧૪આશરે ઈ.પૂ. ૬૯૮

    તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે.

  8. યશાયા ૬૬:૧૫આશરે ઈ.પૂ. ૬૯૮

    કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે.

  9. યશાયા ૬૬:૧૬આશરે ઈ.પૂ. ૬૯૮

    કેમ કે યહોવાહ આગ અને તલવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે.

  10. યશાયા ૬૬:૧૭આશરે ઈ.પૂ. ૬૯૮

    બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. “તેઓ સૌથી અંતમાં આવશે” એવું યહોવાહ કહે છે.

  11. યશાયા ૬૬:૧૮આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ “કેમ કે હું તેઓનાં કાર્યો અને તેઓના વિચારો જાણું છું. સમય આવે છે જ્યારે હું સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષા બોલનાર લોકોને એકત્ર કરીશ. તેઓ આવીને મારો મહિમા જોશે.

  12. યશાયા ૬૬:૧૯આશરે ઈ.પૂ. ૬૯૮

    હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”

  13. યશાયા ૬૬:૨૦આશરે ઈ.પૂ. ૬૯૮

    ¶ “યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે.

  14. યશાયા ૬૬:૨૧આશરે ઈ.પૂ. ૬૯૮

    યહોવાહ કહે છે, “હું તેઓમાંથી કેટલાકને યાજકો તથા લેવીઓ થવા સારુ પસંદ કરીશ.”

  15. યશાયા ૬૬:૨૨આશરે ઈ.પૂ. ૬૯૮

    કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે” એમ યહોવાહ કહે છે, “તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે.”

  16. યશાયા ૬૬:૨૩આશરે ઈ.પૂ. ૬૯૮

    “એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે.

  17. યશાયા ૬૬:૨૪આશરે ઈ.પૂ. ૬૯૮

    તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”

  18. યર્મિયા ૧:૧આશરે ઈ.પૂ. ૬૨૯

    ¶ હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;

  19. યર્મિયા ૧:૨આશરે ઈ.પૂ. ૬૨૯

    યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,

  20. યર્મિયા ૧:૩આશરે ઈ.પૂ. ૬૨૯

    યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.

  21. યર્મિયા ૧:૪આશરે ઈ.પૂ. ૬૨૯

    યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;

  22. યર્મિયા ૧:૫આશરે ઈ.પૂ. ૬૨૯

    “ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”

  23. યર્મિયા ૧:૬આશરે ઈ.પૂ. ૬૨૯

    ¶ “મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”

  24. યર્મિયા ૧:૭આશરે ઈ.પૂ. ૬૨૯

    પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.

  25. યર્મિયા ૧:૮આશરે ઈ.પૂ. ૬૨૯

    તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”