- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
આ કાળની કલમો
- 1 રાજઓ ૨૧:૨૬આશરે ઈ.પૂ. ૮૯૯
વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
- 1 રાજઓ ૨૧:૨૭આશરે ઈ.પૂ. ૮૯૯
¶ જયારે આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકનાં વસ્ત્રો ધારણ કર્યા. અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકનાં વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો.
- 1 રાજઓ ૨૧:૨૮આશરે ઈ.પૂ. ૮૯૯
પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,
- 1 રાજઓ ૨૧:૨૯આશરે ઈ.પૂ. ૮૯૯
“આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”
- 1 રાજઓ ૨૨:૧આશરે ઈ.પૂ. ૯૦૦
¶ અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો.
- 1 રાજઓ ૨૨:૨આશરે ઈ.પૂ. ૮૯૭
પછી ત્રીજે વર્ષે એમ બન્યું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે ગયો.
- 1 રાજઓ ૨૨:૩આશરે ઈ.પૂ. ૮૯૭
¶ હવે ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે જાણો છો કે રામોથ ગિલ્યાદ આપણું છે? પણ આપણે છાનામાના બેસી રહ્યા છીએ અને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી.”
- 1 રાજઓ ૨૨:૪આશરે ઈ.પૂ. ૮૯૭
તેથી તેણે યહોશાફાટને કહ્યું, “શું તમે યુદ્ધમાં મારી સાથે રામોથ ગિલ્યાદ પર હુમલો કરવા આવશો?” યહોશાફાટે ઇઝરાયલના રાજાને જવાબ આપ્યો, “તારા જેવો જ હું છું, જેવા તારા લોકો તેવા મારા લોકો અને જેવા તારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.”
- 1 રાજઓ ૨૨:૫આશરે ઈ.પૂ. ૮૯૭
¶ યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.”
- 1 રાજઓ ૨૨:૬આશરે ઈ.પૂ. ૮૯૭
પછી ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચારસો માણસોને ભેગા કરીને તેમને પૂછ્યું, “શું હું યુદ્ધ કરવા માટે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરું કે ના કરું?” તેઓએ કહ્યું, “હુમલો કરો, કેમ કે પ્રભુ તે સ્થળને રાજાના હાથમાં સોંપશે.”
- 1 રાજઓ ૨૨:૭આશરે ઈ.પૂ. ૮૯૭
¶ પણ યહોશાફાટે કહ્યું, “શું આ સિવાય યહોવાહનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને સલાહ પૂછી જોઈએ?”
- 1 રાજઓ ૨૨:૮આશરે ઈ.પૂ. ૮૯૭
ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “ત્યાં હજી એક પ્રબોધક બાકી છે કે, જેની મારફતે આપણે યહોવાહની સલાહ પૂછી જોઈએ. તે તો ઈમલાહનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ, પણ ખોટું ભવિષ્ય કહે છે.” પણ યહોશાફાટે કહ્યું, “રાજાએ એવું ન બોલવું જોઈએ.”
- 1 રાજઓ ૨૨:૯આશરે ઈ.પૂ. ૮૯૭
પછી ઇઝરાયલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે, “ઈમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ.”
- 1 રાજઓ ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૮૯૭
¶ હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમરુનના દરવાજાના આગળ ખુલ્લાં મેદાનમાં રાજ્યપોષાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠા હતા. સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા.
- 1 રાજઓ ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૮૯૭
કેનાહના દીકરા સિદકિયાએ પોતાને માટે લોખંડના શિંગડાં બનાવીને કહ્યું, “યહોવાહ આમ કહે છે, ‘અરામીઓનો નાશ થતાં સુધી તું આ વડે તેઓને નસાડી મૂકશે.’
- 1 રાજઓ ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૮૯૭
અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોથ ગિલ્યાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
- 1 રાજઓ ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૮૯૭
¶ જે સંદેશવાહક મિખાયાને બોલાવવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે જો, પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે. કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય અને તું પણ એવું જ હિતવચન ઉચ્ચારજે.”
- 1 રાજઓ ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૮૯૭
મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા યહોવાહના સમ કે મને તો યહોવાહ જે કહેશે, તે જ હું બોલીશ.”
- 1 રાજઓ ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૮૯૭
જયારે તે રાજાની પાસે આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મિખાયા, શું અમે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરીએ કે, ના કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “હુમલો કરો અને વિજય પામો. યહોવાહ તેને રાજાના હાથમાં સોંપશે.”
- 1 રાજઓ ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૮૯૭
¶ પછી રાજાએ તેને કહ્યું, “હું કેટલી વાર તને સોગન આપું કે, તારે મને યહોવાહને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહિ?”
- 1 રાજઓ ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૮૯૭
તેથી મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા અને યહોવાહે કહ્યું, ‘એમનો કોઈ રક્ષક નથી. તેઓ દરેક પોતપોતાને ઘરે શાંતિએ પાછા જાય.’”
- 1 રાજઓ ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૮૯૭
¶ તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?”
- 1 રાજઓ ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૮૯૭
પછી મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાહની વાત સાંભળો: મેં યહોવાહને તેમના સિંહાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.
- 1 રાજઓ ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૮૯૭
યહોવાહે કહ્યું, ‘કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?’ ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો.
- 1 રાજઓ ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૮૯૭
¶ પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને લલચાવીશ.’ યહોવાહે તેને કહ્યું, ‘કેવી રીતે?’