મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લેવીય ૬:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે ફરીથી મૂસાને કહ્યું,

  2. લેવીય ૬:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, ‘પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.

  3. લેવીય ૬:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.

  4. લેવીય ૬:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.

  5. લેવીય ૬:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.

  6. લેવીય ૬:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.

  7. લેવીય ૬:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.

  8. લેવીય ૭:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ દોષાર્થાર્પણનો નિયમ આ છે. તે પરમપવિત્ર છે.

  9. લેવીય ૭:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે જગ્યાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે.

  10. લેવીય ૭:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેણે તેમાંની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી: પુષ્ટ પૂંછડી, આંતરડાં પરની ચરબી,

  11. લેવીય ૭:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    બન્ને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવાં.

  12. લેવીય ૭:૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યાજક યહોવાહ પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે.

  13. લેવીય ૭:૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્રસ્થાને જ ખાવું કેમ કે તે પરમપવિત્ર છે.

  14. લેવીય ૭:૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બન્નેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે, તેને તે મળે.

  15. લેવીય ૭:૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે.

  16. લેવીય ૭:૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય.

  17. લેવીય ૭:૧૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારુનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય.

  18. લેવીય ૭:૧૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવાહ પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે.

  19. લેવીય ૭:૧૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.

  20. લેવીય ૭:૧૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આભારસ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે.

  21. લેવીય ૭:૧૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.

  22. લેવીય ૭:૧૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે.

  23. લેવીય ૭:૧૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.

  24. લેવીય ૭:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.

  25. લેવીય ૭:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.