- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Israel
આ નામે પણ ઓળખાય છે: Jacob
Israel નો ઉલ્લેખ કરતી કલમો
ઇઝરાયલી વંશજોમાંના કેટલાક યાજકો, લેવીઓ, ગાયકો, દ્વારપાળો તથા ભક્તિસ્થાનના, સેવકોની સાથે, આર્તાહશાસ્તા રાજાના શાસનના સાતમા વર્ષના પાંચમા માસમાં એઝરા યરૂશાલેમ ગયો.
¶ “મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું.
જ્યારે હોરોનવાસી સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.
¶ તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”
અને તેઓને ખબર પડી કે નિયમશાસ્ત્રમાં એવું લખેલું છે કે યહોવાહે મૂસા મારફતે એવી આજ્ઞા આપી હતી કે સાતમા માસનાં પર્વમાં ઇઝરાયલીઓએ માંડવાઓમાં રહેવું.
બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.
¶ હવે એ જ માસને ચોવીસમે દિવસે ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, શોકનાં વસ્ત્ર પહેરીને અને પોતાના ઉપર ધૂળ નાખીને એકઠા થયા.
¶ ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.
કેમ કે તે લોકો ઇઝરાયલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.
સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર આવે તો કેવું સારું! જ્યારે યહોવાહ પોતાના લોકોની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.
સંકટના સમયે યહોવાહ તારી મદદ કરો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
હે યહોવાહનો ભય રાખનારાઓ, તેમનાં ગુણગાન ગાઓ! તમે બધા યાકૂબના વંશજો, તેમને માન આપો! હે ઇઝરાયલના સર્વ વંશજો, તમે તેમનું ભય રાખો.
હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ શોધે છે તેઓની પેઢી આ છે. સેલાહ.
તમે મારા ઈશ્વર તથા રાજા છો; તમે યાકૂબને વિજય ફરમાવો.
આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.
સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.
તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ
સિયોનમાંથી ઇઝરાયલના ઉદ્ધારકર્તા વહેલા આવે! જ્યારે ઈશ્વર પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવીને આબાદ કરશે, ત્યારે યાકૂબ હરખાશે અને ઇઝરાયલ આનંદિત થશે.
કોપથી તેઓનો નાશ કરો, નાશ કરો, કે જેથી તેઓ રહે જ નહિ; તેઓને જણાવો કે ઈશ્વર યાકૂબમાં રાજ કરે છે અને પૃથ્વીના અંત સુધી પણ રાજ કરે છે. સેલાહ
પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.