મુખ્ય સામગ્રી પર જાઓ

Israel

1,007 કલમો · 20 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jacob

Israel નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. “મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું.

  2. યરીખોના રાજાને જાણ થઈ કે, દેશની જાસૂસી કરવાને ઇઝરાયલના માણસો અહીં આવ્યા છે.

  3. ¶ અને યહોશુઆ વહેલી સવારે ઊઠયો, તે અને ઇઝરાયલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા, નદી ઓળંગતાં પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.

  4. ¶ અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”

  5. ¶ પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા.

  6. યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા યહોવાહ, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.

  7. પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”

  8. ¶ ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.

  9. ¶ રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.

  10. અને તેણે ઇઝરાયલના લોકોને કહ્યું, “આવનાર સમયમાં જયારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે, ‘આ પથ્થરો શું દર્શાવે છે?’

  11. ¶ જયારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે, ઇઝરાયલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાહે યર્દનના પાણી સૂકવી દીધાં, ત્યારે તેઓનાં હૃદય પીગળી ગયાં અને ઇઝરાયલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા.

  12. ¶ તે સમયે યહોવાહે યહોશુઆને કહ્યું, “ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર.”

  13. પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી. ઇઝરાયલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતનો વિધિ કરાઈ તેને ‘અગ્રચર્મની ટેકરી’ કહેવામાં આવી.

  14. ¶ મિસરમાંથી નીકળેલા યોધ્ધાઓ, કે જે અરણ્યમાં મરી ગયા, ત્યાં સુધી ઇઝરાયલના લોકો ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે, તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાહે તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહિ તેવા સમ યહોવાહે તેઓ વિષે ખાધા હતા.

  15. ¶ અને ઇઝરાયલીઓએ ગિલ્ગાલમાં છાવણી કરી. અને તેઓએ તે મહિનાને ચૌદમાં દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું.

  16. ¶ અને ત્યાર બાદ તે દિવસથી માન્ના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયલ લોકોને માન્ના મળવાનું બંધ થયું, તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરુ કર્યું.

  17. ¶ હવે ઇઝરાયલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું.

  18. ¶ પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.

  19. એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહી, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહી.

  20. અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.

  21. જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.

  22. અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.

  23. ત્યારે ઇઝરાયલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓનાં નગરો ગિબ્યોન, કફીરા, બેરોથ અને કિર્યાથ-યારીમ હતાં.

  24. ¶ ઇઝરાયલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહિ કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયલના પ્રભુ, યહોવાહ આગળ તેઓ વિષે સમ લીધાં હતા. તેથી બધા ઇઝરાયલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી.

  25. ¶ તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું: તેણે ઇઝરાયલના હાથમાંથી તેઓને છોડાવ્યાં અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ.