મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ રાજાએ અરાવ્નાહને કહ્યું, “એમ નહિ, હું નિશ્ચે મૂલ્ય આપીને તે તારી પાસેથી વેચાતું લઈશ. મેં જેની કિંમત ચૂકવી ન હોય તેનું હું મારા પ્રભુ ઈશ્વરની આગળ કેવી રીતે દહનીયાર્પણ કરું?” તેથી દાઉદે પચાસ શેકેલ 575 ગ્રામ ચાંદી આપીને ખળી તથા બળદોને ખરીદી લીધા.

  2. દાઉદે ત્યાં ઈશ્વરને માટે વેદી બાંધી અને તેની ઉપર દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યા. એમ ઈશ્વર દેશ ઉપર પ્રસન્ન થયા અને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.

  3. તેણે તેને જવાબ આપ્યો, “મારા માલિક, તમે તમારી દાસી આગળ તમારા ઈશ્વર યહોવાહના સમ ખાધા હતા, ‘ચોક્કસ તારો દીકરો સુલેમાન મારા પછી રાજ કરશે અને તે મારા રાજ્યાસન પર બેસશે.’”

  4. કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”

  5. રાજાએ સમ ખાઈને કહ્યું, “જે ઈશ્વરે મારો પ્રાણ વિપત્તિમાંથી બચાવ્યો તે જીવતા ઈશ્વરની હાજરીમાં કહું છું કે,

  6. જેમ મેં તારી આગળ ઇઝરાયલના ઈશ્વર યહોવાહના સમ ખાઈને તેમની હાજરીમાં કહ્યું છે કે, ‘મારા પછી તારો દીકરો સુલેમાન રાજ કરશે અને તે મારી જગ્યાએ રાજ્યાસન પર બેસશે,’ તે પ્રમાણે હું આજે ચોક્કસ કરીશ.”

  7. ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’”

  8. યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, “એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવાહ પણ એવું જ કહો.

  9. જેમ યહોવાહ મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેનું રાજ્યાસન મોટું કરો.”

  10. સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”

  11. રાજાના સેવકોએ આપણા માલિક દાઉદ રાજાને આશીર્વાદ આપવા અંદર આવીને કહ્યું, ‘તમારા ઈશ્વર તમારા નામ કરતાં સુલેમાનનું નામ શ્રેષ્ઠ કરો અને તમારા રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન ઉન્નત બનાવો.’ અને રાજાએ પોતાના પલંગ પર બેઠા થઈને પ્રણામ કર્યા.

  12. રાજાએ પણ કહ્યું, ‘ઇઝરાયલના ઈશ્વર યહોવાહ જેમણે આ દિવસે મારા જોતાં મારા રાજ્યાસન પર બેસનાર દીકરો મને આપ્યો છે, તેઓ પ્રશંસાને યોગ્ય છે.’”

  13. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાહના માર્ગમાં ચાલીને, તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમનાં સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે તું કરે તેમાં તથા જ્યાં કહી તું જાય ત્યાં તું ફતેહ પામે.

  14. જેથી ઈશ્વરે મારા સંબંધી પોતાનું જે વચન આપ્યું હતું તે તેઓ ફળીભૂત કરે, એટલે કે ‘જો તારા દીકરાઓ પોતાના માર્ગ વિષે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી તથા પોતાના પૂરા જીવથી વિશ્વાસુપણે મારી સમક્ષ ચાલશે, તો ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહિ.’”

  15. ¶ જો, તારી પાસે ત્યાં બાહુરીમનો બિન્યામીની ગેરાનો દીકરો શિમઈ છે, હું માહનાઇમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ આપ્યો હતો. શિમઈ યર્દન પાસે મને મળવા આવ્યો અને મેં યહોવાહની હાજરીમાં તેને કહ્યું, ‘હું તને તલવારથી મારી નાખીશ નહિ.’

  16. અદોનિયાએ કહ્યું, “તમે જાણો છો કે રાજ્ય મારું છે અને સર્વ ઇઝરાયલીઓએ મને રાજા તરીકે ઊંચો કર્યો. પણ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાહે તે તેને આપેલું હતું.

  17. પછી સુલેમાન રાજાએ યહોવાહની હાજરીમાં કહ્યું, “એ વાત અદોનિયા બોલ્યો છે તેથી તેના જીવની હાનિ ન થાય, તો ઈશ્વર મને એવું અને એથી પણ વધારે વિતાડો.

  18. ¶ તો હવે જીવતા યહોવાહ કે જેમણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે, મારા પિતા દાઉદના રાજ્યાસન પર મને બેસાડ્યો છે અને મારા માટે ઘર બનાવ્યું છે તેમની હાજરીમાં અદોનિયા ચોક્કસ માર્યો જશે.”

  19. ¶ પછી અબ્યાથાર યાજકને રાજાએ કહ્યું, “તું અનાથોથમાં તારાં પોતાના ખેતરોમાં જતો રહે. તું મૃત્યુદંડને જ લાયક છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહિ. કારણ કે તેં ઈશ્વર યહોવાહનો કોશ મારા પિતા દાઉદ સમક્ષ ઊંચકેલો અને મારા પિતાએ સહન કરેલા સર્વ દુઃખોમાં તું પણ દુઃખી થયો હતો.”

  20. આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.

  21. ¶ યોઆબને એ સમાચાર મળ્યા, કેમ કે યોઆબે અદોનિયાનાનો પક્ષ લીધો, પણ તેણે આબ્શાલોમનો પક્ષ લીધો ન હતો. તેથી યોઆબે યહોવાહના મંડપમાં નાસી જઈને વેદીના શિંગ પકડ્યાં.

  22. સુલેમાન રાજાને સમાચાર મળ્યા કે યોઆબ યહોવાહના મંડપમાં નાસી ગયો છે અને હવે તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને મારી નાખ.”

  23. ¶ તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, ‘બહાર આવ.’ યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”

  24. ¶ તેણે વહેવડાવેલું લોહી ઈશ્વર તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી એવા બે સારા માણસો પર, એટલે નેરના દીકરા એટલે ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર હુમલો કરીને તેઓને તલવારથી મારી નાખ્યા.

  25. તેથી તેઓનું લોહી યોઆબના માથા પર તથા તેના વંશજોના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના વંશજોને, તેના ઘરને, તથા તેના રાજ્યાસનને યહોવાહ તરફથી સર્વકાળ શાંતિ મળશે.”