મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ફરીથી ઈશ્વરે શમુએલને ત્રીજી વાર હાંક મારી. શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “હું આ રહ્યો, કેમ કે તેં મને બોલાવ્યો.” પછી એલીને સમજાયું કે ઈશ્વર છોકરાંને બોલાવી રહ્યા છે.

  2. ¶ માટે એલીએ શમુએલને કહ્યું, “જઈને પાછો સૂઈ જા; જો તે તને ફરીથી બોલાવે, તો તારે કહેવું, ‘બોલો, ઈશ્વર, કેમ કે તમારો સેવક સાંભળે છે.’ જેથી શમુએલ ફરીથી પોતાની પથારીમાં જઈને ઊંઘી ગયો.

  3. ¶ ઈશ્વર આવીને ઊભા રહ્યા; પહેલાંની જેમ જ તેમણે અવાજ કર્યો, “શમુએલ, શમુએલ.” ત્યારે શમુએલે કહ્યું, “બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.”

  4. ઈશ્વરે શમુએલને કહ્યું, “જો, હું ઇઝરાયલમાં એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે સાંભળશે તેના બન્ને કાન કાંપશે.

  5. ¶ મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.

  6. મેં તેને કહ્યું હતું કે જે દુષ્ટતાની તેને ખબર છે તેને લીધે હું તેના ઘરનો ન્યાય સદાને માટે કરીશ, કારણ કે તેના દીકરાઓ પોતા પર શાપ લાવ્યા અને તેણે તેઓને અટકાવ્યા નહિ.

  7. આ કારણ માટે એલીના ઘર વિષે મેં એવા સમ ખાધા છે કે એલીના ઘરની દુષ્ટતાનું પ્રાયશ્ચિત બલિદાનથી અથવા અર્પણથી કદાપિ થશે નહિ.”

  8. ¶ શમુએલ સવાર સુધી ઊંઘી રહ્યો; પછી તેણે ઈશ્વરના ઘરનાં બારણાં ઉઘાડ્યાં. પણ શમુએલ એ સંદર્શન એલીને કહેતાં ગભરાયો.

  9. ¶ તેણે કહ્યું, “તેમણે તારી સાથે શી વાત કરી? કૃપા કરી તે મારાથી છુપાવી રાખીશ નહિ. તેમણે જે બધી વાતો તને કહી તેમાંથી કોઈપણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર એવું અને એ કરતાં પણ વધારે તને કરો.”

  10. ત્યારે શમુએલે તેને સર્વ વાત કહી; તેનાથી તેણે કશું છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “તે ઈશ્વર છે. તેમની નજરમાં જે સારું લાગે તે તેઓ કરે.”

  11. ¶ શમુએલ મોટો થયો, ઈશ્વર તેની સાથે હતા અને ઈશ્વરે શમુએલના પ્રબોધકીય શબ્દોને નિષ્ફળ થવા દીધા નહિ.

  12. દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે શમુએલ ઈશ્વરના પ્રબોધક તરીકે નિમાયો છે.

  13. ઈશ્વરે ફરીથી શીલોમાં તેને દર્શન આપ્યું, કેમ કે ઈશ્વર પોતાના વચન દ્વારા શીલોમાં શમુએલને પોતાનું દર્શન આપતા રહેતા હતા.

  14. ¶ જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”

  15. જેથી લોકોએ શીલોમાં માણસો મોકલ્યા; તેઓએ ત્યાંથી સૈન્યના ઈશ્વર જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે, તેમના કરારકોશને લાવ્યા. એલીના બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ, ઈશ્વરના કરારકોશ સાથે ત્યાં આવ્યા હતા.

  16. ¶ જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.

  17. પલિસ્તીઓએ એ અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીમાંથી આવા મોટેથી પોકારો કેમ થાય છે?” તેઓ સમજ્યા કે ઈશ્વરનો કોશ તેઓની છાવણીમાં આવ્યો છે.

  18. ¶ પલિસ્તીઓ ભયભીત થયા; તેઓએ કહ્યું, “ઈશ્વર છાવણીમાં આવ્યા છે.” તેઓએ કહ્યું, “આપણને અફસોસ! પહેલાં ક્યારેય આવું બન્યું નથી!

  19. પલિસ્તીઓ ઈશ્વરનો કોશ લઈ ગયા તથા એલીના બે દીકરા, હોફની તથા ફીનહાસ, માર્યા ગયા.

  20. તે આવ્યો ત્યારે, એલી રસ્તાની કોરે આસન ઉપર બેસીને રાહ જોતો હતો કેમ કે તેનું હૃદય ઈશ્વરના કોશ વિષે ખૂબ જ ગભરાતું હતું. જયારે તે માણસે નગરમાં આવીને તે ખબર આપી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.

  21. જે માણસ સંદેશો લાવ્યો હતો તેણે ઉત્તર આપીને કહ્યું, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. વળી ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. તારા બન્ને દીકરા, હોફની તથા ફીનહાસ, મરણ પામ્યા છે અને ઈશ્વરનો કોશ શત્રુઓ લઈ ગયા છે.

  22. જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.

  23. ¶ તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી.

  24. તેણે છોકરાનું નામ ઇખાબોદ પાડીને, કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે!” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવાયો હતો, તેના સસરાનું તથા પતિનું મૃત્યુ થયું હતું.

  25. અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે, કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”