મુખ્ય સામગ્રી પર જાઓ

Wicked વિશે બાઇબલની કલમો

724 કલમો · 18 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.

  2. તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

  3. અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો.

  4. કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.

  5. કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો.

  6. ¶ તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે,

  7. તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી.

  8. એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ.

  9. કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

  10. ¶ પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ.

  11. જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.

  12. ¶ આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ,

  13. વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ

  14. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,

  15. પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી,

  16. વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા.

  17. ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવા લોકોથી તું દુર રહે.

  18. તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ, પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી,

  19. હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે.

  20. જેમ જન્નેસતથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે.

  21. પણ તેઓ આગળ વધવાના નથી; કેમ કે જેમ એ બન્નેની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની મૂર્ખાઈ પણ સર્વની આગળ પ્રગટ થશે.

  22. ¶ પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ, તથા ધીરજ,

  23. લક્ષમાં રાખીને તથા મારી જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અને અંત્યોખમાં, ઇકોનિયામાં, તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો હતો; અને આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને બચાવ્યો.

  24. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વની સતાવણી થશે.

  25. દુષ્ટ અને છેતરનારા લોકો વધારે દુષ્ટ થતા જશે. તેઓ જે સત્ય છે તેનાથી લોકોને દૂર લઈ જશે, અને બીજાઓને પણ તે તરફ પોતાને દૂર કરવા દોરી જશે.