મુખ્ય સામગ્રી પર જાઓ

Trumpet વિશે બાઇબલની કલમો

139 કલમો · 46 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, “ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે.” સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.

  2. તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મિખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,

  3. પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;

  4. ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.

  5. જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.

  6. ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

  7. કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.

  8. જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

  9. તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.

  10. મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.

  11. ¶ અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

  12. ¶ “હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.

  13. મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.”

  14. જો તમે એમ કહેશો કે, “ના, અમે તો મિસર જઈશું, ત્યાં અમારે લડાઈ જોવી નહિ પડે કે, રણશિંગડાનો નાદ સાંભળવો નહિ પડે અને ત્યાં અમે ભૂખ્યા રહીશું નહિ. ત્યાં અમે રહીશું.”

  15. પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

  16. તેઓએ રણશિંગડું વગાડીને સઘળું તૈયાર કર્યું છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કેમ કે મારો રોષ આખા સમુદાય પર છે.

  17. “હે મનુષ્યપુત્ર, તું તારા લોકો સાથે વાત કરીને કહે, ‘જ્યારે હું કોઈ દેશ સામે તલવાર લાવું, ત્યારે તે દેશના લોકો પોતામાંના એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે નીમે.

  18. જો તે તલવારને દેશ પર આવતી જોઈને તે લોકોને ચેતવણી આપવા સારુ રણશિંગડું વગાડે.

  19. ત્યારે જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે અને તલવાર આવીને તેને મારી નાખે તો તેનું લોહી તેને પોતાને માથે.

  20. ¶ જો કોઈ રણશિંગડાંનો અવાજ સાંભળીને ધ્યાન ન આપે, તો તેનું રક્ત તેને માથે; પણ જો કોઈ ધ્યાન આપશે, તો તે પોતાનો જીવ બચાવશે.

  21. ¶ પણ જો તલવારને આવતી જોઈને ચોકીદાર રણશિંગડું વગાડે નહિ, લોકોને ચેતવણી મળે નહિ, જો તલવાર આવીને કોઈનો જીવ લે, તો તે વ્યક્તિ પોતાના પાપને લીધે મૃત્યુ પામશે, પણ હું તેના લોહીનો બદલો ચોકીદાર પાસેથી માંગીશ.’”

  22. “રણશિંગડું તારા મુખમાં મૂક. તેઓ ગરુડની જેમ યહોવાહના લોકોની સામે આવે છે. કેમ કે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, મારા નિયમ વિરુદ્ધ બંડ કર્યું છે.

  23. સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.

  24. હું મોઆબ પર અગ્નિ મોકલીશ. અને તે કરિયોથના કિલ્લેબંધીવાળા મહેલોને ભસ્મ કરી દેશે. મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં, તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે.

  25. રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?