મુખ્ય સામગ્રી પર જાઓ

The Miracles of Christ વિશે બાઇબલની કલમો

193 કલમો · 30 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.

  2. તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.

  3. પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.

  4. ¶ તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું?

  5. ¶ હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.

  6. ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.

  7. પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.

  8. ¶ જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,

  9. કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”

  10. ¶ ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.

  11. તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.

  12. ¶ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’”

  13. તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’”

  14. ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.

  15. ¶ તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’”

  16. તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”

  17. ¶ તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો.

  18. ¶ ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો.

  19. તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”

  20. ¶ તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’”

  21. ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

  22. ¶ તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો. તે દિવસે વિશ્રામવાર હતો.

  23. ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

  24. ¶ ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.

  25. તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”