મુખ્ય સામગ્રી પર જાઓ

The Ammonites વિશે બાઇબલની કલમો

121 કલમો · 46 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને, તેઓના રાજાઓને તથા તેઓના અધિકારીઓને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય.

  2. ¶ વળી મિસરના રાજા ફારુન તેના સેવકો અને તેના અધિકારીઓને તેના બધા લોકોએ આ પીણું પીધું.

  3. તેમ જ સર્વ મિશ્રજાતિઓ, મિસરમાં વસતા બધા વિદેશીઓ, ઉસના બધા રાજાઓ, પલિસ્તીઓના દેશના રાજાઓ આશ્કલોન, ગાઝા અને એક્રોન તથા આશ્દોદના બચી ગયેલા;

  4. અદોમ, મોઆબ અને આમ્મોનીઓ.

  5. ¶ આમ્મોનના લોકો વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; ઇઝરાયલને કોઈ સંતાન નથી? શું તેને કોઈ વારસ નથી? તો પછી મિલ્કોમ ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાંના નગરોમાં વસવા દે?

  6. તેથી જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ ઉજ્જડ ટેકરી બની જશે. અને તેમની દીકરીઓને અગ્નિમાં બાળી નાંખવામાં આવશે. અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે. એમ યહોવાહ કહે છે.

  7. “હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને સરદારો સર્વ બંદીવાસમાં જશે.

  8. તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?’

  9. જુઓ, પરંતુ સૈન્યોના પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા પર વિપત્તિ લાવીશ. “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ. દરેક તેનાથી બીને નાસી જશે. અને નાસી જનારાઓની સંભાળ રાખનારું કોઈ નહિ હોય.

  10. હે મનુષ્યપુત્ર, આમ્મોનીઓ તરફ તારું મુખ ફેરવ અને તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.

  11. ¶ આમ્મોન લોકોને કહે: ‘પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ કહે છે કે: જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો હતો ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તમે તેઓની વિરુદ્ધ કહ્યું છે કે, “વાહ!”

  12. તેથી જુઓ! હું તમને પૂર્વના લોકોને તેઓના વારસા તરીકે આપું છું; તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને તમારામાં પોતાના તંબુઓ બાંધશે. તેઓ તમારાં ફળ ખાશે અને તેઓ તમારું દૂધ પીશે.

  13. હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ટોળાંઓને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

  14. ¶ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.

  15. તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”

  16. ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”

  17. તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.

  18. તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના લોકોને સારુ ખોલી આપીશ, હું તેઓને વારસા તરીકે આમ્મોનીઓને આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન રહેશે નહિ.

  19. યહોવાહ આ પ્રમાણે કહે છે, “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.

  20. પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, અને વાવાઝોડાં તથા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.

  21. તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.