મુખ્ય સામગ્રી પર જાઓ

The Ammonites વિશે બાઇબલની કલમો: Destructions for hatred to Israel

9 કલમો · 46 પાસાં

Destructions for hatred to Israel વિશે કલમો

  1. હે મનુષ્યપુત્ર, આમ્મોનીઓ તરફ તારું મુખ ફેરવ અને તેઓની વિરુદ્ધ ભવિષ્યવાણી કર.

  2. ¶ આમ્મોન લોકોને કહે: ‘પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ કહે છે કે: જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો હતો ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તમે તેઓની વિરુદ્ધ કહ્યું છે કે, “વાહ!”

  3. તેથી જુઓ! હું તમને પૂર્વના લોકોને તેઓના વારસા તરીકે આપું છું; તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને તમારામાં પોતાના તંબુઓ બાંધશે. તેઓ તમારાં ફળ ખાશે અને તેઓ તમારું દૂધ પીશે.

  4. હું રાબ્બા નગરને ઊંટોને ચરવાની જગ્યા કરીશ અને આમ્મોનીઓના દેશને ટોળાંઓને બેસવાની જગ્યા કરીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

  5. ¶ કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે: તેં ઇઝરાયલ દેશની વિરુદ્ધ હાથથી તાળીઓ પાડી છે ખુશ થઈને નાચી છે, તેના પરની તારી સંપૂર્ણ ઈર્ષ્યાને લીધે તું મનમાં ખુશ થઈ છે.

  6. તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”

  7. ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: કેમ કે મોઆબ તથા સેઈર કહે છે, “જુઓ, યહૂદિયાના લોક તો બીજી પ્રજાઓ જેવા છે!”

  8. તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.

  9. તે નગરોથી માંડીને હું મોઆબના પડખામાં આમ્મોનીઓની વિરુદ્ધ પૂર્વના લોકોને સારુ ખોલી આપીશ, હું તેઓને વારસા તરીકે આમ્મોનીઓને આપી દઈશ, જેથી આમ્મોનીઓનું નામનિશાન રહેશે નહિ.