મુખ્ય સામગ્રી પર જાઓ

The Ammonites વિશે બાઇબલની કલમો: The Jews reprobated for intermarrying with

9 કલમો · 46 પાસાં

The Jews reprobated for intermarrying with વિશે કલમો

  1. ¶ આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.

  2. તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે; આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે.”

  3. ¶ જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો.

  4. ¶ તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા.

  5. તેઓનાં બાળકો અર્ધું આશ્દોદી ભાષામાં બોલતાં હતાં અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકોની મિશ્ર ભાષા બોલતાં હતાં.

  6. ¶ મેં તેઓની વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ખેંચી કાઢ્યા અને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે, “અમે અમારી પોતાની દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવીશું નહિ અને તેઓની દીકરીઓ સાથે અમારા દીકરાઓના લગ્ન પણ કરાવીશું નહિ.

  7. ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઈ નહોતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો. અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ પર રાજા ઠરાવ્યો હતો. તેમ છતાં તેની વિદેશી પત્નીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો.

  8. તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?”

  9. ¶ મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.