Skip to content

Scribe વિશે બાઇબલની કલમો

49 કલમો · 8 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અહિટૂબનો દીકરો સાદોક અને અબ્યાથારનો દીકરો અહીમેલેખ યાજકો હતા અને સરુયા સચિવ હતો.

  2. શવા શાસ્ત્રી હતો અને સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.

  3. શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.

  4. જ્યારે તેઓએ જોયું કે પેટીમાં ઘણાં નાણાં ભેગાં થયાં છે, ત્યારે રાજાનો નાણામંત્રી અને મુખ્ય યાજક આવીને જે નાણાં યહોવાહના સભાસ્થાનમાંથી જમા થયેલાં હોય તેની ગણતરી કરતા.

  5. ¶ પછી તે ગણેલાં નાણાં તેઓએ યહોવાહના સભાસ્થાનના સમારકામ પર દેખરેખ રાખનારાઓના હાથમાં આપ્યાં. તેઓએ આ નાણાં સુથાર અને કડિયા કે જેઓ યહોવાહના સભાસ્થાનનું સમારકામ કરતા હતા તેઓને આપ્યાં.

  6. લાકડાંના વેપારીઓને, પથ્થર ટાંકનારાઓને, યહોવાહના સભાસ્થાનના સમારકામ માટે લાકડું અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે તથા સમારકામ માટે અન્ય જે બધો ખર્ચ થયો હતો તેને માટે ગણી આપ્યાં.

  7. પછી હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તે, નાણાંમંત્રી શેબ્ના અને આસાફનો દીકરો યોઆહ ઇતિહાસકાર પોતાનાં વસ્ત્ર ફાડીને હિઝકિયાની પાસે આવ્યા અને તેઓએ તેને રાબશાકેહનાં વચનો કહી સંભળાવ્યાં.

  8. તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

  9. ¶ યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.

  10. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.

  11. ¶ યોશિયા રાજાના કારકિર્દીને અઢારમા વર્ષે એવું બન્યું કે, તેણે મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન નાણામંત્રીને યહોવાહના ઘરમાં એમ કહીને મોકલ્યો કે,

  12. “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, જે નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવ્યાં છે, દ્વારરક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યાં છે તેની ગણતરી તે કરે.

  13. તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.

  14. ¶ તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.

  15. જે નાણાં તેઓને આપવામાં આવતાં તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહિ. કેમ કે, તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા.

  16. ¶ મુખ્ય યાજક હિલ્કિયાએ નાણામંત્રી શાફાનને કહ્યું, “મને યહોવાહના સભાસ્થાનમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું અને તેણે તે વાંચ્યું.

  17. પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, “તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે યહોવાહનું સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે.”

  18. પછી નાણામંત્રી શાફાને રાજાને કહ્યું, “હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે.” શાફાને તે રાજાની આગળ વાંચ્યું.

  19. ¶ રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં

  20. રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, નાણામંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી,

  21. “જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે.”

  22. માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા અસાયા યાજાકોના વસ્ત્રભંડારના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરુશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી, તેઓએ તેની સાથે વાત કરી.

  23. ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના સાઠ માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા.

  24. ¶ નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.

  25. ¶ દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.