મુખ્ય સામગ્રી પર જાઓ

Redemption વિશે બાઇબલની કલમો

144 કલમો · 59 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ.”

  2. ¶ તેથી ઇઝરાયલીઓને કહે કે, ‘હું યહોવાહ છું.’ હું તેઓનું રક્ષણ કરીશ. મારા સામર્થ્ય વડે મિસરીઓની ગુલામીમાંથી તેઓને મુક્ત કરીશ. હું મિસરીઓને ભયંકર શિક્ષા કરીશ.

  3. ¶ “યહોવાહ તમને અને તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમને કનાનીઓના દેશમાં લઈ જાય અને તે દેશ તમને આપે,

  4. ત્યારે તમારા સર્વ પ્રથમજનિતોને તથા સર્વ પશુઓનાં પ્રથમજનિતોને તમારે યહોવાહ ને માટે સમર્પિત કરવા જેથી તમામ નર પ્રથમજનિતો યહોવાહના થાય.

  5. પ્રત્યેક ગધેડાના પ્રથમ બચ્ચાંને તેને બદલે એક હલવાન અર્પણ કરીને, યહોવાહ પાસેથી તે પાછું મેળવવું. અને જો તેને મેળવવાની કે છોડાવવાની તમારી મરજી ના હોય તો તેની ગરદન તમારે ભાંગી નાખવી. વળી તમારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને પણ તારે મૂલ્ય આપીને છોડાવવા.”

  6. ¶ “ભવિષ્યમાં તમારાં બાળકો તમને પૂછે કે, ‘આનો અર્થ શો છે?’ ત્યારે તમે કહેજો કે, ‘યહોવાહ પોતાના હાથનાં સામર્થ્ય વડે અમને મિસરમાંથી, ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા હતા.

  7. ફારુન હઠે ચડયો હતો, તેથી તે અમને બહાર જવા દેતો ન હતો. ત્યારે યહોવાહે મિસર દેશના બધા પ્રથમજનિતને એટલે પ્રથમજનિત પુરુષોનો તથા પ્રથમજનિત નર જાનવરોનો સંહાર કર્યો હતો. તેથી પ્રથમજનિત સર્વ નર પશુઓને અમે યહોવાહને અર્પણ કરીએ છીએ, પણ અમારા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે મૂલ્ય ચૂકવીને છોડાવીએ છીએ.’

  8. “તું જ્યારે ઇઝરાયલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવનાં બદલામાં યહોવાહ સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે.

  9. વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.

  10. વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું.

  11. ¶ મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી.

  12. જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.

  13. ¶ તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય,

  14. તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે.

  15. પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે.

  16. ¶ જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.

  17. જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય.

  18. ¶ પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ.

  19. તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.

  20. ¶ જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે.

  21. પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે.

  22. ¶ જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે,

  23. તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે.

  24. ¶ તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે.

  25. તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.