મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.

  2. ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

  3. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

  4. વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

  5. હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા, યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

  6. પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો અને યહોવાહની સ્તુતિ કરો.

  7. સિયોનમાંથી યહોવાહ, જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

  8. અમે બાબિલની નદીઓને કિનારે બેઠા અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું, ત્યારે અમે રડ્યા.

  9. ત્યાંનાં વૃક્ષો પર અમે અમારી સિતારો લટકાવી દીધી.

  10. અમને બંદીવાસમાં લઈ જનારાંઓએ અમને આનંદી ગીતો ગાવા કહ્યું, જેઓએ અમારી મશ્કરી કરી હતી તેઓએ અમને ખુશ કરવા જણાવ્યું કે, “સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”

  11. પણ આ વિદેશી ભૂમિ પર અમે યહોવાહનાં ગીતો કેવી રીતે ગાઈ શકીએ?

  12. હે યરુશાલેમ, જો હું તને ભૂલી જાઉં, તો મારો જમણો હાથ પોતાનું કર્તવ્ય વીસરી જાય.

  13. જો હું તારા વિષે વિચાર ન કરું, મારા મુખ્ય આનંદ કરતાં જો હું યરુશાલેમને શ્રેષ્ઠ ન માનતો હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.

  14. હે યહોવાહ, અદોમીઓએ જે કર્યું તે સંભારો, કેમ કે તેઓએ કહ્યું કે, યરુશાલેમને પાડી નાખો, તેઓએ કહ્યું, “તેના પાયાઓને, ઉખેડી નાખો, ઉખેડી નાખો.”

  15. હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.

  16. જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.

  17. હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.

  18. હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.

  19. મેં તમને પ્રાર્થના કરી, તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મારા આત્માને ઉત્તેજન આપીને બળવાન કર્યો છે.

  20. હે યહોવાહ, પૃથ્વીનાં સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.

  21. તેઓ યહોવાહનાં કાર્યો વિષે ગીત ગાશે, કારણ કે યહોવાહનો મહિમા મહાન છે.

  22. જો કે યહોવાહ સર્વોચ્ચ છે, તોપણ તે દિન લોકોની કાળજી લે છે, પણ ગર્વિષ્ઠોને તો તે દૂરથી જ ઓળખે છે.

  23. જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જિવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો અને તમારો જમણો હાથ મારો બચાવ કરશે.

  24. યહોવાહ અંત સુધી મારી સાથે છે; હે યહોવાહ, તમારી કૃપા સદાકાળ ટકે છે; તમારા હાથથી બનાવેલા તમારા લોકોનો ત્યાગ કરશો નહિ.

  25. હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.