મુખ્ય સામગ્રી પર જાઓ

Priests વિશે બાઇબલની કલમો: Blowing the trumpets on various occasions

12 કલમો · 86 પાસાં

Blowing the trumpets on various occasions વિશે કલમો

  1. ¶ યહોવાહ મૂસાને કહ્યું કે,

  2. “તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે.

  3. ¶ જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું.

  4. પરંતુ જો યાજક એક જ રણશિંગડું વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય.

  5. જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.

  6. ¶ બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડું મોટા અવાજે વગાડવું.

  7. પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું.

  8. હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે.

  9. ¶ અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.

  10. ¶ વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડું વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.”

  11. ¶ તમારે નગરની ચોતરફ પ્રદક્ષિણા કરવી, સર્વ યોધ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું.

  12. સાત યાજકો કરારકોશ આગળ ઘેટાંના શિંગનાં બનાવેલા સાત રણશિંગડા ઊંચકે. સાતમા દિવસે, તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડાં વગાડ્યાં.