Priests વિશે બાઇબલની કલમો: Often provided by the people
Often provided by the people વિશે કલમો
¶ જયારે તેઓ યરુશાલેમમાં, યહોવાહના ઘરમાં ગયા, ત્યારે પિતૃઓના કુટુંબોમાંથી કેટલાક વડીલોએ, સભાસ્થાનને તેની જગ્યાએ પુનઃસ્થાપિત કરવા માટે તેઓએ રાજીખુશીથી અર્પણો આપ્યાં.
તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ ચાંદી અને યાજકના સો ગણવેશ આપ્યાં.
¶ પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.