Priests વિશે બાઇબલની કલમો: Encouraging the people when they went to war
Encouraging the people when they went to war વિશે કલમો
¶ જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.
¶ જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે,
તેઓને કહે કે, “હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ;
કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.