Skip to content

Mountains વિશે બાઇબલની કલમો

136 કલમો · 82 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં;

  2. ¶ જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે.

  3. પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે,

  4. ¶ જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો.

  5. જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.

  6. ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  7. માટે મારો કોપ ભડકે બળે છે શેઓલના તળિયાં સુધી તે બળે છે, પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.

  8. પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,

  9. ¶ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ,

  10. ¶ અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.

  11. ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;

  12. ¶ માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,

  13. યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.

  14. અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી.

  15. ¶ ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઇમના પહાડી પ્રદેશ, તિમ્નાથ-હેરેસમાં, જે ભૂમિ તેને સોંપવામાં આવી હતી તેની સરહદમાં તેઓએ તેને દફનાવ્યો.

  16. ¶ તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, “ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું ‘તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.

  17. ¶ જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,

  18. ¶ દબોરાએ બારાકને કહ્યું, “જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?” તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.

  19. ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.

  20. મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.

  21. ¶ ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.

  22. ¶ જયારે યોથામને આ કહેવામાં આવ્યું, ત્યારે તે જઈને ગરીઝીમ પર્વતના શિખર પર ઊભો રહ્યો. તેણે ઊંચા અવાજે તેઓને પોકારીને કહ્યું, “ઓ શખેમના આગેવાનો, મારું સાંભળો, કે જેથી ઈશ્વર તમારું સાંભળે.

  23. હિલ્લેલ પિરાથોનીનો દીકરો આબ્દોન મરણ પામ્યો અને અમાલેકીઓના પહાડી પ્રદેશમાં એફ્રાઇમ દેશના પિરઆથોનમાં તેને દફનાવવામાં આવ્યો.

  24. તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.

  25. ¶ પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.