મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પુનર્નિયમ ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.

  2. પુનર્નિયમ ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો.

  3. પુનર્નિયમ ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ;

  4. પુનર્નિયમ ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.

  5. પુનર્નિયમ ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું.

  6. પુનર્નિયમ ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને એમ બને કે, જો તે તમને કહે કે ‘મારે તમારી પાસેથી જવું નથી,” એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે.

  7. પુનર્નિયમ ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.

  8. પુનર્નિયમ ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.

  9. પુનર્નિયમ ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર.

  10. પુનર્નિયમ ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં.

  11. પુનર્નિયમ ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.

  12. પુનર્નિયમ ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય.

  13. પુનર્નિયમ ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.

  14. પુનર્નિયમ ૧૬:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા.

  15. પુનર્નિયમ ૧૬:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.

  16. પુનર્નિયમ ૧૬:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.

  17. પુનર્નિયમ ૧૬:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.

  18. પુનર્નિયમ ૧૬:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ.

  19. પુનર્નિયમ ૧૬:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.

  20. પુનર્નિયમ ૧૬:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું.

  21. પુનર્નિયમ ૧૬:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.

  22. પુનર્નિયમ ૧૬:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં.

  23. પુનર્નિયમ ૧૬:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.

  24. પુનર્નિયમ ૧૬:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

  25. પુનર્નિયમ ૧૬:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.