- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- પુનર્નિયમ ૧૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧
શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
- પુનર્નિયમ ૧૪:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧
ચીબરી, ઘુવડ, રાજહંસ,
- પુનર્નિયમ ૧૪:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧
જળકૂકડી, ગીધ, કરઢોક;
- પુનર્નિયમ ૧૪:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
- પુનર્નિયમ ૧૪:૧૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
- પુનર્નિયમ ૧૪:૨૦આશરે ઈ.પૂ. ૧૪૫૧
પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
- પુનર્નિયમ ૧૪:૨૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
- પુનર્નિયમ ૧૪:૨૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો.
- પુનર્નિયમ ૧૪:૨૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.
- પુનર્નિયમ ૧૪:૨૪આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય,
- પુનર્નિયમ ૧૪:૨૫આશરે ઈ.પૂ. ૧૪૫૧
તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
- પુનર્નિયમ ૧૪:૨૬આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો;
- પુનર્નિયમ ૧૪:૨૭આશરે ઈ.પૂ. ૧૪૫૧
તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી.
- પુનર્નિયમ ૧૪:૨૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો;
- પુનર્નિયમ ૧૪:૨૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.
- પુનર્નિયમ ૧૫:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય.
- પુનર્નિયમ ૧૫:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.
- પુનર્નિયમ ૧૫:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.
- પુનર્નિયમ ૧૫:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે;
- પુનર્નિયમ ૧૫:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧
ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો.
- પુનર્નિયમ ૧૫:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧
કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.
- પુનર્નિયમ ૧૫:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો.
- પુનર્નિયમ ૧૫:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.
- પુનર્નિયમ ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો.
- પુનર્નિયમ ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧
વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.