- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
આ કાળની કલમો
- પુનર્નિયમ ૧૩:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.
- પુનર્નિયમ ૧૩:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.
- પુનર્નિયમ ૧૩:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
- પુનર્નિયમ ૧૩:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.
- પુનર્નિયમ ૧૩:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે,
- પુનર્નિયમ ૧૩:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ.”
- પુનર્નિયમ ૧૩:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧
તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે.
- પુનર્નિયમ ૧૩:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.
- પુનર્નિયમ ૧૩:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧
તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.
- પુનર્નિયમ ૧૩:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.
- પુનર્નિયમ ૧૩:૧૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.
- પુનર્નિયમ ૧૪:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
- પુનર્નિયમ ૧૪:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
- પુનર્નિયમ ૧૪:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
- પુનર્નિયમ ૧૪:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧
તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
- પુનર્નિયમ ૧૪:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧
હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
- પુનર્નિયમ ૧૪:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
- પુનર્નિયમ ૧૪:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧
પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
- પુનર્નિયમ ૧૪:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
- પુનર્નિયમ ૧૪:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
- પુનર્નિયમ ૧૪:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧
પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
- પુનર્નિયમ ૧૪:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
- પુનર્નિયમ ૧૪:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧
પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
- પુનર્નિયમ ૧૪:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
- પુનર્નિયમ ૧૪:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧
¶ પ્રત્યેક જાતના કાગડા,