circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૧૧:૪૦આશરે ઈ.સ. ૩૩
અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
- લૂક ૧૧:૪૧આશરે ઈ.સ. ૩૩
જે અંદર છે તે પ્રમાણે તમારે દાન આપવું અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
- લૂક ૧૧:૪૨આશરે ઈ.સ. ૩૩
¶ પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
- લૂક ૧૧:૪૩આશરે ઈ.સ. ૩૩
¶ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
- લૂક ૧૧:૪૪આશરે ઈ.સ. ૩૩
તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”
- લૂક ૧૧:૪૫આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’”
- લૂક ૧૧:૪૬આશરે ઈ.સ. ૩૩
ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
- લૂક ૧૧:૪૭આશરે ઈ.સ. ૩૩
¶ તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
- લૂક ૧૧:૪૮આશરે ઈ.સ. ૩૩
તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
- લૂક ૧૧:૪૯આશરે ઈ.સ. ૩૩
¶ એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
- લૂક ૧૧:૫૦આશરે ઈ.સ. ૩૩
જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે;
- લૂક ૧૧:૫૧આશરે ઈ.સ. ૩૩
હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
- લૂક ૧૧:૫૨આશરે ઈ.સ. ૩૩
¶ તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”
- લૂક ૧૧:૫૩આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા.
- લૂક ૧૧:૫૪આશરે ઈ.સ. ૩૩
તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.
- લૂક ૧૨:૧આશરે ઈ.સ. ૩૩
¶ એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.
- લૂક ૧૨:૨આશરે ઈ.સ. ૩૩
¶ પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી.
- લૂક ૧૨:૩આશરે ઈ.સ. ૩૩
માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.
- લૂક ૧૨:૪આશરે ઈ.સ. ૩૩
¶ મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.
- લૂક ૧૨:૫આશરે ઈ.સ. ૩૩
પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.
- લૂક ૧૨:૬આશરે ઈ.સ. ૩૩
શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.
- લૂક ૧૨:૭આશરે ઈ.સ. ૩૩
તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
- લૂક ૧૨:૮આશરે ઈ.સ. ૩૩
¶ હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.
- લૂક ૧૨:૯આશરે ઈ.સ. ૩૩
પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.
- લૂક ૧૨:૧૦આશરે ઈ.સ. ૩૩
જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.