circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
આ કાળની કલમો
- યશાયા ૫૬:૨આશરે ઈ.પૂ. ૭૧૨
જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, જે વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.”
- યશાયા ૫૬:૩આશરે ઈ.પૂ. ૭૧૨
વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, “યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.”
- યશાયા ૫૬:૪આશરે ઈ.પૂ. ૭૧૨
કેમ કે “જે ખોજાઓ મારા વિશ્રામવારો પાળે છે અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે -
- યશાયા ૫૬:૫આશરે ઈ.પૂ. ૭૧૨
તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ; જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ.”
- યશાયા ૫૬:૬આશરે ઈ.પૂ. ૭૧૨
વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે, દરેક જે કોઈ વિશ્રામવારને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે -
- યશાયા ૫૬:૭આશરે ઈ.પૂ. ૭૧૨
તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ; તેઓનાં દહનીયાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે, કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.
- યશાયા ૫૬:૮આશરે ઈ.પૂ. ૭૧૨
પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે: “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.”
- યશાયા ૫૬:૯આશરે ઈ.પૂ. ૭૧૨
ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ!
- યશાયા ૫૬:૧૦આશરે ઈ.પૂ. ૭૧૨
તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.
- યશાયા ૫૬:૧૧આશરે ઈ.પૂ. ૭૧૨
તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે.
- યશાયા ૫૬:૧૨આશરે ઈ.પૂ. ૭૧૨
“આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”
- યશાયા ૫૭:૧આશરે ઈ.પૂ. ૬૯૮
ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે.
- યશાયા ૫૭:૨આશરે ઈ.પૂ. ૬૯૮
તે શાંતિમાં પ્રવેશ કરે છે; જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.
- યશાયા ૫૭:૩આશરે ઈ.પૂ. ૬૯૮
પણ તમે જાદુગરના દીકરાઓ, વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો.
- યશાયા ૫૭:૪આશરે ઈ.પૂ. ૬૯૮
તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી?
- યશાયા ૫૭:૫આશરે ઈ.પૂ. ૬૯૮
તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.
- યશાયા ૫૭:૬આશરે ઈ.પૂ. ૬૯૮
નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”
- યશાયા ૫૭:૭આશરે ઈ.પૂ. ૬૯૮
તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો.
- યશાયા ૫૭:૮આશરે ઈ.પૂ. ૬૯૮
બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે.
- યશાયા ૫૭:૯આશરે ઈ.પૂ. ૬૯૮
તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ.
- યશાયા ૫૭:૧૦આશરે ઈ.પૂ. ૬૯૮
તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી. તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ.
- યશાયા ૫૭:૧૧આશરે ઈ.પૂ. ૬૯૮
તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ.
- યશાયા ૫૭:૧૨આશરે ઈ.પૂ. ૬૯૮
હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો, તને મદદરૂપ બનશે નહિ.
- યશાયા ૫૭:૧૩આશરે ઈ.પૂ. ૬૯૮
જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.
- યશાયા ૫૭:૧૪આશરે ઈ.પૂ. ૬૯૮
વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!”