- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- દારિયેલ ૨:૩આશરે ઈ.પૂ. ૬૦૩
¶ રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.”
- દારિયેલ ૨:૪આશરે ઈ.પૂ. ૬૦૩
ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”
- દારિયેલ ૨:૫આશરે ઈ.પૂ. ૬૦૩
¶ રાજાએ ખાલદીઓને જવાબ આપ્યો કે, “એ સ્વપ્નની વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ નહિ જણાવો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોના ભંગારના ઢગલા કરવામાં આવશે.
- દારિયેલ ૨:૬આશરે ઈ.પૂ. ૬૦૩
પણ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો તમને મારી પાસેથી ભેટો, ઇનામ અને મોટું માન મળશે. માટે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
- દારિયેલ ૨:૭આશરે ઈ.પૂ. ૬૦૩
¶ તેઓએ ફરીથી તેને જણાવ્યું કે, “હે રાજા આપ પોતાના દાસોને સ્વપ્ન કહી સંભળાવો તો અમે તેનો અર્થ જણાવીએ.”
- દારિયેલ ૨:૮આશરે ઈ.પૂ. ૬૦૩
રાજાએ જવાબ આપ્યો, “હું નક્કી જાણું છું કે તમે સમય મેળવવા ઇચ્છો છો, કેમ કે તમે જુઓ છો કે આ વિષે મારો નિર્ણય શો છે.
- દારિયેલ ૨:૯આશરે ઈ.પૂ. ૬૦૩
પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમારે માટે ફક્ત એક જ કાયદો છે. મારું મન બદલાય ત્યાં સુધી મને કહેવા માટે તમે જૂઠી તથા કપટી વાતો નક્કી કરી રાખી છે. માટે તમે મને સ્વપ્ન કહો એટલે હું જાણી શકું કે તમે પણ અર્થ કહી શકશો.”
- દારિયેલ ૨:૧૦આશરે ઈ.પૂ. ૬૦૩
¶ ખાલદીઓએ રાજાને જવાબ આપ્યો, “પૃથ્વી ઉપર એવો કોઈ માણસ નથી કે જે રાજાના સ્વપ્નની વાત કહી શકે. કોઈ રાજાએ કે મહારાજાએ આજ સુધી કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે ખાલદીને આવી કોઈ વાત પૂછી નથી.
- દારિયેલ ૨:૧૧આશરે ઈ.પૂ. ૬૦૩
જે માગણી રાજા કરે છે તે મુશ્કેલ છે, દેવો કે જેઓ માણસોની મધ્યે રહેતા નથી તેઓના સિવાય બીજો કોઈ રાજાને આ વાત કહી શકે નહિ.
- દારિયેલ ૨:૧૨આશરે ઈ.પૂ. ૬૦૩
¶ આ સાંભળીને રાજાને ઘણો ગુસ્સો ચઢ્યો અને તે કોપાયમાન થયો. તેણે બાબિલના બધા જ્ઞાનીઓનો નાશ કરવાનો હુકમ આપ્યો.
- દારિયેલ ૨:૧૩આશરે ઈ.પૂ. ૬૦૩
એ હુકમ બહાર પાડવામાં આવ્યો. બધા જ્ઞાનીઓને મારી નાખવાના હતા; તેથી તેઓએ દાનિયેલ તથા તેના સાથીઓને પણ મારી નાખવા માટે શોધ્યા.
- દારિયેલ ૨:૧૪આશરે ઈ.પૂ. ૬૦૩
¶ આ સમયે બાબિલના જ્ઞાનીઓને મારી નાખવા રાજાના અંગરક્ષકોના નાયક આર્યોખને દાનિયેલે ડહાપણ અને વિવેકબુદ્ધિથી જવાબ આપ્યો.
- દારિયેલ ૨:૧૫આશરે ઈ.પૂ. ૬૦૩
દાનિયેલે રાજાના નાયકને પૂછ્યું, “રાજાનો હુકમ તાકીદનો કેમ છે?” તેથી આર્યોખે બધી વાત જણાવી.
- દારિયેલ ૨:૧૬આશરે ઈ.પૂ. ૬૦૩
તેથી દાનિયેલે રાજાની સમક્ષ જઈને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો એટલે હું આપના સ્વપ્નનો અર્થ જણાવીશ.
- દારિયેલ ૨:૧૭આશરે ઈ.પૂ. ૬૦૩
¶ પછી દાનિયેલે પોતાના ઘરે જઈને હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાને આ વાત જણાવી.
- દારિયેલ ૨:૧૮આશરે ઈ.પૂ. ૬૦૩
તેણે તેઓને વિનંતી કરી કે તેઓ આ રહસ્ય માટે આકાશના ઈશ્વરની દયા માગે કે જેથી તેઓ બાબિલના બધા જ્ઞાની માણસો સાથે માર્યા જાય નહિ.
- દારિયેલ ૨:૧૯આશરે ઈ.પૂ. ૬૦૩
¶ તે રાત્રે સંદર્શનમાં દાનિયેલને આ વિષે મર્મ પ્રગટ કરવામાં આવ્યો. તેથી દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.
- દારિયેલ ૨:૨૦આશરે ઈ.પૂ. ૬૦૩
અને કહ્યું, “ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
- દારિયેલ ૨:૨૧આશરે ઈ.પૂ. ૬૦૩
તે સમયોને તથા ઋતુઓને બદલે છે; તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે વળી રાજાઓને રાજગાદીએ બેસાડે છે. તે જ્ઞાનીને ડહાપણ તથા બુદ્ધિમાનને સમજ આપે છે.
- દારિયેલ ૨:૨૨આશરે ઈ.પૂ. ૬૦૩
તે ઊંડી તથા ગુપ્ત વાતો પ્રગટ કરે છે. કેમ કે તે જાણે છે કે અંધારામાં શું છે, પ્રકાશ તેમની સાથે રહે છે.
- દારિયેલ ૨:૨૩આશરે ઈ.પૂ. ૬૦૩
હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું, કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે. અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે; તમે અમને રાજાની વાત જણાવી છે.”
- દારિયેલ ૨:૨૪આશરે ઈ.પૂ. ૬૦૩
¶ પછી દાનિયેલ આર્યોખ કે જેને રાજાએ બાબિલના બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ આપ્યો હતો તેની પાસે ગયો. તેણે જઈને તેને કહ્યું, “બાબિલના જ્ઞાનીઓને મારી નાખીશ નહિ. મને રાજાની સમક્ષ લઈ જા અને હું રાજાને તેના સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
- દારિયેલ ૨:૨૫આશરે ઈ.પૂ. ૬૦૩
¶ ત્યારે આર્યોખ દાનિયેલને ઉતાવળથી રાજાની હજૂરમાં લઈ ગયો અને કહ્યું, “મને યહૂદિયામાંથી પકડી લાવેલા માણસોમાંથી એક માણસ મળી આવ્યો છે જે રાજાના સ્વપ્નનો અર્થ પ્રગટ કરશે.”
- દારિયેલ ૨:૨૬આશરે ઈ.પૂ. ૬૦૩
રાજાએ દાનિયેલને જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તેને કહ્યું, “મેં જે સ્વપ્ન જોયું છે તે તથા તેનો અર્થ કહી બતાવવાને શું તું સમર્થ છે?”
- દારિયેલ ૨:૨૭આશરે ઈ.પૂ. ૬૦૩
¶ દાનિયેલે રાજાને જવાબ આપતાં કહ્યું, “જે રહસ્ય વિષે આપ જાણવા માગો છો તે જ્ઞાનીઓ, મંત્રવિદ્યા જાણનારા, જાદુગર કે જ્યોતિષીઓ પ્રગટ કરી શકતા નથી.