મુખ્ય સામગ્રી પર જાઓ

Moses

774 કલમો · 7 કુટુંબના સભ્યો

Moses નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.

  2. તેના પહેલાં એવો કોઈ રાજા થયો નહોતો કે, જે પોતાના પૂરા હૃદયથી, પૂરા મનથી તથા સંપૂર્ણ બળથી મૂસાના આખા નિયમશાસ્ત્રનું પાલન કરીને યહોવાહ તરફ વળ્યો હોય. યોશિયા પછી પણ તેના જેવો કોઈ ઊભો થયો નથી.

  3. આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

  4. ¶ હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.

  5. તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.

  6. કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી.

  7. યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.

  8. આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.

  9. પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.

  10. મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.

  11. મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો.

  12. પછી સુલેમાન પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાનમાં ગયો; કેમ કે ત્યાં ઈશ્વરનો મુલાકાતમંડપ હતો, એ મુલાકાતમંડપ મૂસા અને ઈશ્વરના સેવકોએ અરણ્યમાં બનાવેલો હતો.

  13. જયારે ઇઝરાયલી લોકો મિસરમાંથી બહાર આવ્યા ત્યારે હોરેબ કે જ્યાં ઈશ્વરે તેઓની સાથે કરાર કર્યો, ત્યાં મૂસાએ જે બે શિલાપાટીઓ કોશમાં મૂક્યા હતાં તે સિવાય બીજું કશું એમાં ન હતું.

  14. રોજબરોજના કાર્યક્રમ અનુસાર, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, ઠરાવેલા પર્વોના દિવસે તથા વર્ષમાં ત્રણ વાર; એટલે કે બેખમીરી રોટલીના પર્વમાં, અઠવાડિયાનાં પર્વમાં, અને માંડવાપર્વોમાં તે મૂસાની આજ્ઞા પ્રમાણે અર્પણ કરતો હતો.

  15. ¶ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને દહનીયાર્પણ ચઢાવવા માટે દાઉદ રાજાએ જે લેવી યાજકોની ઈશ્વરના ઘરમાં સેવા આપવા નિમણૂક કરી હતી તેઓના હાથ નીચે આનંદ તથા કિર્તન કરવાને દાઉદના સંચાલન મુજબ યહોયાદાએ સભાસ્થાન માટે કારભારીઓ નીમ્યા.

  16. ¶ તેથી રાજાએ પ્રમુખ યાજક યહોયાદાને બોલાવીને કહ્યું, “સાક્ષ્યમંડપને માટે ઈશ્વરના સેવક મૂસાએ તથા ઇઝરાયલી લોકોએ ઠરાવેલો ફાળો યહૂદિયામાંથી તથા યરુશાલેમમાંથી ઉઘરાવવાને તેં લેવીઓને શા માટે ફરમાવ્યું નહિ?”

  17. પછી ઈશ્વરના સેવક મૂસાએ અરણ્યમાં ઇઝરાયલ પર જે ફાળો નાખ્યો હતો તે ઈશ્વરને માટે ભરી જવાને તેઓએ આખા યહૂદિયામાં તથા યરુશાલેમમાં જાહેરાત કરી.

  18. પણ તેણે તેઓનાં બાળકોને મારી નાખ્યાં નહિ, પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું, એમાં ઈશ્વરે એવી આજ્ઞા આપી હતી, “બાળકોના કારણે પિતાઓને મારી નાખવાં નહિ, તેમ જ પિતાઓને કારણે બાળકોને મારી નાખવા નહિ. તેના બદલે, દરેક વ્યક્તિ પોતાનાં જ પાપનાં કારણે માર્યો જાય.”

  19. ¶ તેઓ ઈશ્વરભક્ત મૂસાના નિયમ મુજબ પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા; યાજકોએ લેવીઓ પાસેથી લોહી લઈને વેદી પર છાંટ્યું.

  20. જો તમે મારી આજ્ઞાઓને એટલે કે મૂસાએ તમને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓને આધીન રહેશો તો તમારા પૂર્વજોને મેં આપેલા આ દેશમાંથી ઇઝરાયલને હું કદી કાઢી મૂકીશ નહિ.”

  21. ¶ ઈશ્વરના ઘરમાં સંગ્રહ કરેલાં નાણાંને જયારે તેઓ બહાર કાઢતાં હતા ત્યારે મૂસા દ્વારા આપવામાં આવેલું ઈશ્વરના નિયમોનું પુસ્તક હિલ્કિયા યાજકને હાથ લાગ્યું.

  22. પાસ્ખાનું હલવાન કાપો; અને પોતાને પવિત્ર કરો. મૂસા દ્વારા અપાયેલા ઈશ્વરના વચન પ્રમાણે તમારા ઇઝરાયલી ભાઈઓ માટે પાસ્ખાની તૈયારી કરો.”

  23. મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે ઈશ્વરને ચઢાવવા સારુ, લોકોનાં કુટુંબોના વિભાગો પ્રમાણે તેઓને આપવા માટે તેઓએ દહનીયાર્પણોને અલગ કર્યાં. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.

  24. યોસાદાકના દીકરા યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ, ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી. જેથી ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વેદી પર તેઓ દહનીયાર્પણો ચઢાવે.

  25. મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.