મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેથી હવે, હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે મારા જીવનનો અંત લાવો, કેમ કે મારે માટે જીવવા કરતાં મરવું વધારે સારું છે.”

  2. ¶ ઈશ્વરે કહ્યું, “ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે?”

  3. ¶ ઈશ્વર પ્રભુએ, યૂના ઉપર છાયા કરે એવો એક છોડ સર્જાવ્યો. તે છોડના લીધે યૂનાને ઘણો આનંદ થયો.

  4. પણ બીજે દિવસે, સૂર્યોદય સમયે, ઈશ્વરે એક કીડાને ઉત્પન્ન કર્યો. એ કીડાએ પેલા છોડને કરડી ખાધો અને તે સુકાઈ ગયો.

  5. ¶ પછી જયારે સૂર્ય આકાશ ઉપર આવ્યો ત્યારે ઈશ્વરે પૂર્વ તરફથી ગરમ પવન વાતો કર્યો. તેનાથી, માથા પર આવેલા સખત તડકાને લીધે યૂના મૂર્છિત થયો. તેથી મોત માગતાં તે બોલ્યો કે, “મારા માટે જીવવા કરતા મરવું વધારે સારું છે.”

  6. ત્યારે ઈશ્વરે યૂનાને કહ્યું, “છોડના લીધે તું અતિ ક્રોધિત છે તે શું સારું છે?”

  7. ¶ ત્યારે ઈશ્વરે તેને કહ્યું કે, આ છોડ કે જેને માટે તેં નથી શ્રમ કર્યો કે નથી તેને ઉગાવ્યો. તે એક રાત્રે ઊગ્યો અને બીજી રાત્રિએ નષ્ટ થયો. આ છોડ પર તને અનુકંપા થઈ રહી છે.

  8. ¶ યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના શાસન દરમ્યાન યહોવાહનું વચન મીખાહ મોરાશ્તી પાસે આવ્યું. અને જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે.

  9. હે સર્વ પ્રજાઓ, સાંભળો. પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સભાસ્થાનમાંથી, એટલે પ્રભુ યહોવાહ તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.

  10. જુઓ, યહોવાહ પોતાના સ્થાનમાંથી આવે છે; તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલે છે.

  11. તેમના પગ નીચે, પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતાં પાણીના ધોધની જેમ, ખીણો ફાટી જાય છે.

  12. “તેથી હું સમરુનને ખેતરના ઢગલા જેવું, અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ; અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ.

  13. તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે, તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે. અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ. કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે.”

  14. તેના પ્રહાર રુઝવી શકાય એવું નથી, કેમ કે યહૂદિયા સુધી ન્યાયચુકાદો આવ્યો છે. તે મારા લોકોના દરવાજા સુધી, છેક યરુશાલેમ સુધી આવી પહોંચ્યો છે.

  15. કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.

  16. હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે.

  17. તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું, એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહિ, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહિ, કેમ કે તે ભયાનક સમય હશે.

  18. તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણાં ટોણાં મારશે, અને તમારે માટે વિલાપનાં ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે, ‘આપણે ઇઝરાયલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ; યહોવાહે અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે, મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવાહ અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે!”

  19. એ માટે, જ્યારે યહોવાહ લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહિ મળે.

  20. હે યાકૂબના વંશજો શું આવું કહેવાશે કે, યહોવાહનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી?

  21. પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતાં લોકોના વસ્ત્રમાંથી તમે ઝભ્ભા ઉતારી નાખો છો.

  22. મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો; અને તેઓનાં બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો.

  23. જો કોઈ અપ્રામાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે, “હું કહું છું કે, તમને દ્રાક્ષારસ અને મધ મળશે,” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.

  24. હે યાકૂબ હું નિશ્ચે તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાનાં ઘેટાંની જેમ ભેગા કરીશ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે.

  25. છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.