મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.

  2. ¶ તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ.

  3. યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.

  4. ¶ જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.

  5. તેઓએ કહ્યું, “જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી.

  6. “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું?

  7. ¶ તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો.

  8. તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”

  9. ¶ પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો.

  10. સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો.

  11. ¶ સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.

  12. જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.

  13. વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે.

  14. ¶ હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.

  15. યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”

  16. હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;

  17. તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”

  18. ¶ તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.

  19. “તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”

  20. ¶ પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.

  21. પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.

  22. મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે. તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.’

  23. સૈન્યોના પ્રભુ યહોવાહનો વેર લેવાનો દિવસ છે અને તે પોતાના દુશ્મનો ઉપર વેર વાળશે. આજે તેમની તલવાર ધરાઈને તેમને ખાઈ જશે અને તૃપ્ત થતાં સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાહને ઉત્તરદેશમાં ફ્રાત નદીને કિનારે બલિદાનો આપવામાં આવે છે.

  24. ¶ મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે;

  25. શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા.