મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”

  2. પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે.”

  3. ત્યાં તેઓએ ઇઝરાયલના ઈશ્વરનું દર્શન કર્યું અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી. તે સ્વચ્છ આકાશના જેવી હતી.

  4. ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

  5. ¶ યહોવાહે મૂસાને કહ્યું, “તું મારી પાસે પર્વત પર આવ અને ત્યાં રહે; અને મેં જે શિલાપાટીઓ ઉપર નિયમો અને આજ્ઞાઓ લખ્યાં છે, તે હું તને આપીશ જેથી તું લોકોને સમજાવી શકે.”

  6. આથી મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠ્યા. અને મૂસા યહોવાહના પર્વત પર ગયો.

  7. ¶ યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.

  8. અને યહોવાહનું ગૌરવ ઇઝરાયલીઓને પર્વતની ટોચે પ્રચંડ અગ્નિ જેવું દેખાયું.

  9. ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  10. “ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારા માટે જે અર્પણ આપવા ઇચ્છે છે તે રાજીખુશીથી આપે. તે તમારે મારે માટે અર્પણ તરીકે સ્વીકારવું.

  11. ¶ અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.

  12. હું મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો બતાવું તે પ્રમાણે તમારે તે બનાવવું.

  13. અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.

  14. એ દયાસન ઉપર મૂકવું અને કરારકોશમાં હું તને આપું તે કરારની બે પાટીઓ મૂકવી.

  15. ¶ અને ત્યાં હું તને મળીશ. ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કરારકોશ પરના દયાસન ઉપરથી તથા બે કરુબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.

  16. તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.

  17. મુલાકાતમંડપમાં સાક્ષ્યકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના પુત્રો સાંજથી તે સવાર સુધી યહોવાહ આગળ તેની વ્યવસ્થા કરે. આ વિધિનું ઇઝરાયલીઓએ અને તેઓના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.

  18. ¶ ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.

  19. મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.

  20. ¶ તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.

  21. હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

  22. ¶ જ્યારે હારુન પવિત્ર સ્થાનમાં પ્રવેશે, ત્યારે તેની પાસે ન્યાયકરણના ઉરાવરણ પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ ધારણ કરેલાં હોવાં જોઈએ. હંમેશા તેઓ યહોવાહના સ્મરણ અર્થે રહેશે.

  23. ઉરીમ અને તુમ્મીમને ન્યાયકરણના ઉરપત્રકમાં મૂકવાં. હારુન જ્યારે યહોવાહ સમક્ષ જાય, ત્યારે તે તેની છાતી પર રહે. જ્યારે હારુન યહોવાહ સમક્ષ ઉપસ્થિત હોય ત્યારે અને ઇઝરાયલીઓનો ન્યાય કરતી વખતે હંમેશા આ ઉરપત્રક તેના અંગ પર રાખશે.

  24. જ્યારે તે પવિત્રસ્થાનમાં યહોવાહના સાન્નિધ્યમાં જાય અથવા ત્યાંથી બહાર આવે, ત્યારે એ ઘૂઘરીઓનો અવાજ સંભળાશે, જેથી તે મૃત્યુ પામશે નહિ.

  25. ¶ પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.