મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.

  2. હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.

  3. ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.

  4. કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.

  5. જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,

  6. “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.

  7. સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. સેલાહ.

  8. હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!

  9. તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.

  10. પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.

  11. તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.

  12. મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!

  13. તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.

  14. જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.

  15. હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”

  16. ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.

  17. મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.

  18. હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

  19. હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.

  20. જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.

  21. તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.

  22. તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.

  23. તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”

  24. હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.

  25. તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.