Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪-૧૩

સાયપ્રસમાં સેવા અને સર્ગિયસ પાઉલસ

પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪-૧૩

સાયપ્રસમાં સેવા અને સર્ગિયસ પાઉલસ

એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
તેઓ તે ટાપુ ઓળંગીને પાફોસ ગયા, ત્યાં બાર-ઈસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો, તે જાદુગર તથા જૂઠો પ્રબોધક હતો.
ટાપુનો હાકેમ, સર્જિયસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.
પણ એલિમાસ જાદુગર કેમ કે તેના નામનો અર્થ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતાં અટકાવવાના ઇરાદા સાથે તેઓની સામો થયો.
પણ શાઉલે જે પાઉલ પણ કહેવાય છે, પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેની સામે એક નજરે જોઈને કહ્યું કે,
૧૦
‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’
૧૧
હવે, જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું અંધ રહેશે, અને તને સૂર્ય દેખાશે નહિ. ત્યારે એકાએક ઘૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં, અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.
૧૨
અને જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.
૧૩
પછી પાઉલ તથા તેના સાથીઓ પાફોસથી વહાણમાં બેસીને પામ્ફૂલિયાના પેર્ગા બંદરમાં આવ્યા, અને યોહાન તેઓને મૂકીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો.

આ વચનોનો અભ્યાસ

આખા ભાગ પર લખાયેલી ટીકા

શાસ્ત્રમાં અન્યત્ર આ વિશે શું લખ્યું છે

  • મીખાહ ૩:૮

    પરંતુ યાકૂબને તેના અપરાધ, અને ઇઝરાયલને તેના પાપો વિષે જણાવવા માટે, હું યહોવાહના આત્મા વડે નિશ્ચે સામર્થ્ય, ન્યાય અને શક્તિથી ભરપૂર છું.
    કલમ ૯ માંથી
  • યોહાન ૮:૪૪

    તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.
    કલમ ૧૦ માંથી
  • માથ્થી ૭:૧૫

    જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.
    કલમ ૬ માંથી
  • હોશિયા ૧૪:૯

    કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે? કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય? કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે, ન્યાયી માણસ તેના ઉપર ચાલશે, પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.
    કલમ ૭ માંથી
  • 2 કરિંથીઓને ૧૧:૩

    ¶ પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.
    કલમ ૧૦ માંથી
  • ગલાતીઓને પત્ર ૧:૭

    એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.
    કલમ ૧૦ માંથી
  • માથ્થી ૧૩:૩૮

    ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે;
    કલમ ૧૦ માંથી
  • પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૧૪

    પણ તેઓ પેર્ગાથી આગળ જતા પીસીદિયાના અંત્યોખ આવ્યા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા.
    કલમ ૫ માંથી
  • 2 તિમોથીને ૩:૮

    જેમ જન્નેસતથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે.
    કલમ ૬ માંથી
  • પ્રેરિતોનાં ક્રત્યો ૪:૮

    ¶ ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું કે, ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,
    કલમ ૯ માંથી
  • પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૩૮

    પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
    કલમ ૧૩ માંથી
  • પ્રેરિતોનાં ક્રત્યો ૪:૩૬

    ¶ યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.
    કલમ ૪ માંથી
Acts 13:13-22, Acts 15:36-40
Acts 13:13-22, Acts 15:36-40 View full PDF
Acts 13:4-11
Acts 13:4-11 View full PDF
Paul's First Missionary Journey (Part 1)
Paul's First Missionary Journey (Part 1) View full PDF

Map © Biblica Open Bible Maps · CC BY-SA 4.0

Settings

Reading Style

Typeface

Font Size 19px

Options