મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribes of Israel વિશે બાઇબલની કલમો: Settled on east side of Jordan

16 કલમો · 21 પાસાં

Settled on east side of Jordan વિશે કલમો

  1. ¶ અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએરથી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં.

  2. ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.

  3. ¶ મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.

  4. ¶ મેં માખીરને ગિલ્યાદ આપ્યું.

  5. રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.

  6. ¶ અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.

  7. યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.

  8. ¶ અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.

  9. આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.

  10. અને હેશ્બોનથી તે રામાથ મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.

  11. ¶ અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.

  12. ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.

  13. ¶ મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો.

  14. તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,

  15. અડધો ગિલ્યાદ તથા આશ્તારોથ તથા એડ્રેઇ, બાશાનમાં ઓગનાં ભવ્ય નગરો. એ મનાશ્શાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓનાં કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતાં.

  16. ¶ યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે.