Skip to content

The Second Temple વિશે બાઇબલની કલમો

134 કલમો · 49 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે, “આ લોકો કહે છે કે, યહોવાહનું સભાસ્થાન બાંધવાનો સમય હજુ આવ્યો નથી.”

  2. ¶ ત્યારે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે,

  3. “જયારે આ સભાસ્થાન ઉજ્જડ પડી રહેલું છે, ત્યારે તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ સમય છે શું?”

  4. માટે સૈન્યોના યહોવાહ આ કહે છે કે, ‘તમારા હૃદયનાં માર્ગો વિષે વિચાર કરો!

  5. “તમે ઘણું વાવ્યું છે, પણ થોડી જ ફસલ લાવ્યા છો; તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ; તમે પીઓ છો ખરા પણ તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ તે તમને ગરમી આપતાં નથી; જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે!’

  6. પર્વતો પર જાઓ, લાકડાં લાવો, મારું સભાસ્થાન બાંધો; તેનાથી હું ખુશ થઈશ અને હું મહિમાવાન થઈશ!’

  7. તમે ઘણાંની આશા રાખતા હતા, પણ જુઓ, તમે થોડું જ લઈને ઘરે આવ્યા, કેમ કે મેં તેને ફૂંક મારીને ઉડાવી દીધું. શા માટે?’ ‘કેમ કે જ્યારે દરેક માણસ ખુશીથી પોતપોતાના ઘરે જાય છે ત્યારે મારું સભાસ્થાન ઉજ્જડ પડી રહ્યું છે.

  8. તમારે કારણે આકાશમાંથી ઝાકળ પડતું બંધ થયું છે અને પૃથ્વીની ઊપજ બંધ થઈ ગઈ છે.

  9. હું દેશ પર, પર્વતો પર, અનાજ પર, દ્રાક્ષારસ, તેલ તથા પૃથ્વીની ફસલ પર, માણસો પર અને પશુઓ પર તથા તારા હાથનાં બધાં કામો પર દુકાળ લાવીશ એવી મેં આજ્ઞા કરી છે.’”

  10. ‘શું આ સભાસ્થાનનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે? હમણાં તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ નથી?

  11. અને હું બધી પ્રજાઓને હલાવીશ, દરેક પ્રજા તેઓની કિંમતી વસ્તુઓ મારી પાસે લાવશે, અને આ સભાસ્થાનને હું ગૌરવથી ભરી દઈશ. સૈન્યોના યહોવાહ કહે છે.

  12. સૈન્યોના યહોવાહ એવું કહે છે, ચાંદી તથા સોનું મારું છે.

  13. ‘સૈન્યોના યહોવાહ કહે છે, આ સભાસ્થાનનું ભૂતકાળનું ગૌરવ તેની શરૂઆતના ગૌરવ કરતાં વધારે હશે, ‘અને આ જગ્યામાં હું સુલેહ શાંતિ આપીશ. એવું સૈન્યોના યહોવાહ કહે છે.”

  14. ¶ હવે, કૃપા કરીને આજથી માંડીને વીતેલા વખતનો, એટલે યહોવાહના સભાસ્થાનના પથ્થર પર પથ્થર મૂકવામાં આવ્યો હતો તે અગાઉના વખતનો વિચાર કરો,

  15. યહોવાહ એવું કહે છે કે તમારા હાથોનાં બધાં કાર્યોમાં મેં તમને લૂથી તથા ઝાકળથી દુઃખી કર્યા, પણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.’”

  16. શું હજી સુધી કોઠારમાં બી છે? દ્રાક્ષાવેલો, અંજીરીઓ, દાડમડીઓ તથા જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપીશ.’”

  17. ¶ ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, “હે મારા માલિક, તેનો અર્થ શો થાય છે?”

  18. જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, “તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા માલિક.”

  19. ¶ તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”

  20. “હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.”

  21. યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  22. “ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,

  23. નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”

  24. સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.

  25. કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.