Skip to content

The Roe વિશે બાઇબલની કલમો

11 કલમો · 11 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો.

  2. હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.

  3. સરુયાના ત્રણ દીકરાઓ: યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ વન્ય હરણની માફક ઝડપથી દોડી શકતો હતો.

  4. દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.

  5. ¶ ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.

  6. જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.

  7. જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

  8. મારો પ્રીતમ હરણ અને મૃગના બચ્ચા જેવો છે. જુઓ, તે આપણી દીવાલ પાછળ ઊભો છે, તે બારીમાંથી જોયા કરે છે, તે જાળીમાંથી દેખાય છે.

  9. હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.

  10. હરણીનાં જોડકાં બચ્ચાં ગુલછડીઓમાં ચરતાં હોય, તેવા તારા બન્ને સ્તન છે.

  11. તારાં બે સ્તન જાણે હરણીના, મનોહર જોડકાં બચ્ચાં જેવા છે.