- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Solomon વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.”
રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.
¶ સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
¶ નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.
અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.
¶ સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,
અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
¶ દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,
રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.
¶ અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,
ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.
¶ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.
અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
¶ યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.
નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.
સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.