મુખ્ય સામગ્રી પર જાઓ

Solomon વિશે બાઇબલની કલમો: Covenant renewed in a vision after the dedication of the temple

20 કલમો · 46 પાસાં

Covenant renewed in a vision after the dedication of the temple વિશે કલમો

  1. ¶ સુલેમાન જયારે ઈશ્વરનું ભક્તિસ્થાન અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની તેની ઇચ્છા હતી તે બધું પૂરું કરી રહ્યો,

  2. ત્યારે એમ થયું કે ઈશ્વરે સુલેમાનને અગાઉ જેમ ગિબ્યોનમાં દર્શન દીધું હતું, તેમ બીજી વાર દર્શન આપ્યું.

  3. ¶ ઈશ્વરે તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ સભાસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.

  4. ¶ જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,

  5. જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલના રાજયાસન પર વારસની ખોટ પડશે નહિ તેમ હું તારા રાજયનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ.

  6. ¶ “પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો,

  7. તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.

  8. ¶ અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’

  9. અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”

  10. રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં પોતે આ જગ્યાને અર્પણના સભાસ્થાન માટે પસંદ કરી છે.

  11. ¶ કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વર્ષે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું.

  12. પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપોને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ.

  13. હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે.

  14. ¶ કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ સભાસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યુ છે; મારી આંખો અને મારું અંત:કરણ સદાને માટે અહીં જ રહેશે.

  15. જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે,

  16. તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, ‘ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહિ.’ તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ.

  17. ¶ પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો,

  18. તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ સભાસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સંમુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વ લોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ.

  19. ¶ અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, ‘ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?’

  20. તે લોકો જવાબ આપશે, ‘કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે.”