Skip to content

Righteousness વિશે બાઇબલની કલમો

480 કલમો · 132 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.

  2. તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.

  3. તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.

  4. તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

  5. જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે.

  6. પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ.

  7. તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.

  8. યહોવાહના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ પ્રવેશ કરશે?

  9. જેના હાથ શુદ્ધ છે અને જેનું હૃદય પવિત્ર છે; જેણે પોતાનું મન અસત્યમાં લગાડ્યું નથી અને જે જૂઠા સમ ખાતો નથી તે જ ઊભો રહી શકશે.

  10. તે યહોવાહનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના ઉદ્ધાર કરનાર ઈશ્વરથી ન્યાયીપણું પામશે.

  11. યહોવાહનો મર્મ તેમના ભક્તોની પાસે છે અને તેઓને તે પોતાનો કરાર જણાવે છે.

  12. જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાની વાત બોલે છે તે મૂંગા થાઓ.

  13. યહોવાહની દ્રષ્ટિ ન્યાયી પર છે અને તેઓના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.

  14. ન્યાયીઓ પોકાર કરશે અને યહોવાહ તેઓનું સાંભળશે અને તેઓના સર્વ સંકટમાંથી તેઓને છોડાવશે.

  15. ન્યાયી માણસના જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ યહોવાહ તેને તે સર્વમાંથી વિજય અપાવે છે.

  16. દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે; જેઓ ન્યાયીઓને ધિક્કારે છે તેઓ દોષિત ઠરશે.

  17. તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે; તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.

  18. હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.

  19. દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

  20. ભરી સભામાં મેં તમારા ન્યાયપણાની જાહેરાત કરી છે; હે યહોવાહ, તે તમે જાણો છો.

  21. ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.

  22. તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.

  23. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.

  24. પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનીયાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.

  25. તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.