મુખ્ય સામગ્રી પર જાઓ

Paran વિશે બાઇબલની કલમો

11 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માતાએ મિસર દેશની એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં.

  2. અને ઇઝરાયલપ્રજાએ સિનાઈના અરણ્યમાંથી પોતાની મુસાફરી શરૂ કરી અને મેઘ પારાનના અરણ્યમાં થોભ્યો.

  3. ¶ પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.

  4. ¶ અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.

  5. તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.

  6. ¶ યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.

  7. મૂસાએ કહ્યું, “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.

  8. ¶ હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.

  9. પણ હદાદ, તે વખતે બાળક હતો, તે તેના પિતાના કેટલાક ચાકરોમાંના અદોમી માણસોની સાથે મિસર ભાગી ગયો હતો.

  10. ¶ તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાં તેઓએ થોડા માણસોને ભેગા કર્યા. ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.

  11. ઈશ્વર તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે. સેલાહ તેમનો વૈભવ આકાશોને ઢાંકી દે છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર છે.