મુખ્ય સામગ્રી પર જાઓ

Holy Land વિશે બાઇબલની કલમો

108 કલમો · 37 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.

  2. નવ કુળોને તથા મનાશ્શાના અર્ધ કુળને આ દેશ વારસામાં ફાળવી આપ.”

  3. ¶ મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.

  4. તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્યે છે ત્યાંથી, મેદબાનો આખો સપાટ પ્રદેશ, દીબોન સુધી.

  5. ¶ સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી;

  6. ગિલ્યાદ, ગશૂરીઓનો તથા માખાથીઓનો વિસ્તાર, આખો હેર્મોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી;

  7. બાશાનના ઓગનું આખું રાજ્ય, જે આશ્તારોથ અને એડ્રેઇમાં રાજ કરતો હતો આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યાં હતા.

  8. ¶ પણ ઇઝરાયલના લોકોએ ગશૂરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહિ. તેના બદલે, ગશૂરીઓ અને માખાથીઓ આજ દિન સુધી ઇઝરાયલ મધ્યે રહ્યા.

  9. ¶ કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસાને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.

  10. ¶ સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.

  11. આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,

  12. માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,

  13. અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.

  14. ¶ દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.

  15. તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,

  16. રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.

  17. માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.

  18. ¶ અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.

  19. આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,

  20. ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.

  21. ¶ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.

  22. અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.

  23. ¶ સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન-ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો.

  24. હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના જાણકાર હતા તેવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા.

  25. તેઓ ઓફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે આવ્યા.