Skip to content

Abraham વિશે બાઇબલની કલમો

314 કલમો · 39 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન.

  2. મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.

  3. ¶ ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.

  4. અમારા ઈશ્વર, શું તમે જ આ દેશના રહેવાસીઓને નસાડી મૂકીને ઇબ્રાહિમના વંશજોને, ઇઝરાયલના લોકોને એ દેશ આપ્યો નહોતો?

  5. ¶ તમે તે જ યહોવાહ છો કે, જેમણે ઇબ્રામને પસંદ કર્યો, તમે જ તેને ખાલદીઓના ઉરમાંથી બહાર લાવ્યા અને તેનું નામ ઇબ્રાહિમ પાડ્યું.

  6. તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડ્યુ. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના વંશજોને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો. તમે તમારું વચન પાળ્યું કેમ કે તમે ન્યાયી છો.

  7. પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન,

  8. તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.

  9. હે મનુષ્યપુત્ર, જેઓ ઉજ્જડ થયેલા ઇઝરાયલ દેશમાં વસેલા છે તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એકલો માણસ હતો, છતાં તેણે દેશનો કબજો મેળવ્યો. પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’”

  10. જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.

  11. તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

  12. હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે.

  13. એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;

  14. આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”

  15. જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.

  16. પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.

  17. પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

  18. તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.

  19. પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.

  20. વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

  21. તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,

  22. કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.

  23. પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.

  24. અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.

  25. અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”