circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૧૩:૨૭આશરે ઈ.સ. ૩૩
પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.
- લૂક ૧૩:૨૮આશરે ઈ.સ. ૩૩
¶ જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.
- લૂક ૧૩:૨૯આશરે ઈ.સ. ૩૩
તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે.
- લૂક ૧૩:૩૦આશરે ઈ.સ. ૩૩
જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.
- લૂક ૧૩:૩૧આશરે ઈ.સ. ૩૩
¶ તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
- લૂક ૧૩:૩૨આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
- લૂક ૧૩:૩૩આશરે ઈ.સ. ૩૩
કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.
- લૂક ૧૩:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
- લૂક ૧૩:૩૫આશરે ઈ.સ. ૩૩
જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”
- લૂક ૧૪:૧આશરે ઈ.સ. ૩૩
¶ અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
- લૂક ૧૪:૨આશરે ઈ.સ. ૩૩
એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
- લૂક ૧૪:૩આશરે ઈ.સ. ૩૩
ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
- લૂક ૧૪:૪આશરે ઈ.સ. ૩૩
¶ પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
- લૂક ૧૪:૫આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
- લૂક ૧૪:૬આશરે ઈ.સ. ૩૩
એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
- લૂક ૧૪:૭આશરે ઈ.સ. ૩૩
¶ ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે,
- લૂક ૧૪:૮આશરે ઈ.સ. ૩૩
‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
- લૂક ૧૪:૯આશરે ઈ.સ. ૩૩
જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
- લૂક ૧૪:૧૦આશરે ઈ.સ. ૩૩
¶ પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
- લૂક ૧૪:૧૧આશરે ઈ.સ. ૩૩
કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
- લૂક ૧૪:૧૨આશરે ઈ.સ. ૩૩
¶ જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
- લૂક ૧૪:૧૩આશરે ઈ.સ. ૩૩
¶ પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ.
- લૂક ૧૪:૧૪આશરે ઈ.સ. ૩૩
તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”
- લૂક ૧૪:૧૫આશરે ઈ.સ. ૩૩
¶ તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’”
- લૂક ૧૪:૧૬આશરે ઈ.સ. ૩૩
પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું.