circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૧૩:૨આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’”
- લૂક ૧૩:૩આશરે ઈ.સ. ૩૩
હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.
- લૂક ૧૩:૪આશરે ઈ.સ. ૩૩
¶ અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
- લૂક ૧૩:૫આશરે ઈ.સ. ૩૩
હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”
- લૂક ૧૩:૬આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.
- લૂક ૧૩:૭આશરે ઈ.સ. ૩૩
ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”
- લૂક ૧૩:૮આશરે ઈ.સ. ૩૩
¶ ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
- લૂક ૧૩:૯આશરે ઈ.સ. ૩૩
જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”
- લૂક ૧૩:૧૦આશરે ઈ.સ. ૩૩
¶ વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
- લૂક ૧૩:૧૧આશરે ઈ.સ. ૩૩
ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.
- લૂક ૧૩:૧૨આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’”
- લૂક ૧૩:૧૩આશરે ઈ.સ. ૩૩
ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.
- લૂક ૧૩:૧૪આશરે ઈ.સ. ૩૩
પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”
- લૂક ૧૩:૧૫આશરે ઈ.સ. ૩૩
¶ પ્રભુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
- લૂક ૧૩:૧૬આશરે ઈ.સ. ૩૩
આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”
- લૂક ૧૩:૧૭આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.
- લૂક ૧૩:૧૮આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
- લૂક ૧૩:૧૯આશરે ઈ.સ. ૩૩
તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”
- લૂક ૧૩:૨૦આશરે ઈ.સ. ૩૩
¶ ફરીથી ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું?
- લૂક ૧૩:૨૧આશરે ઈ.સ. ૩૩
તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”
- લૂક ૧૩:૨૨આશરે ઈ.સ. ૩૩
¶ ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’”
- લૂક ૧૩:૨૩આશરે ઈ.સ. ૩૩
એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે,
- લૂક ૧૩:૨૪આશરે ઈ.સ. ૩૩
‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.
- લૂક ૧૩:૨૫આશરે ઈ.સ. ૩૩
¶ જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?
- લૂક ૧૩:૨૬આશરે ઈ.સ. ૩૩
ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.