મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લૂક ૪:૭આશરે ઈ.સ. ૨૭

    માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”

  2. લૂક ૪:૮આશરે ઈ.સ. ૨૭

    ¶ અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”

  3. લૂક ૪:૯આશરે ઈ.સ. ૨૭

    ¶ તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.

  4. લૂક ૪:૧૦આશરે ઈ.સ. ૨૭

    કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;

  5. લૂક ૪:૧૧આશરે ઈ.સ. ૨૭

    તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”

  6. લૂક ૪:૧૨આશરે ઈ.સ. ૨૭

    ¶ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”

  7. લૂક ૪:૧૩આશરે ઈ.સ. ૨૭

    ¶ શેતાન સર્વ પ્રકારના પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

  8. લૂક ૪:૧૪આશરે ઈ.સ. ૨૭

    ¶ ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.

  9. લૂક ૪:૧૫આશરે ઈ.સ. ૨૭

    અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

  10. લૂક ૪:૧૬આશરે ઈ.સ. ૨૭

    ¶ નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા.

  11. લૂક ૪:૧૭આશરે ઈ.સ. ૨૭

    યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે,

  12. લૂક ૪:૧૮આશરે ઈ.સ. ૨૭

    ‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં

  13. લૂક ૪:૧૯આશરે ઈ.સ. ૨૭

    તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”

  14. લૂક ૪:૨૦આશરે ઈ.સ. ૨૭

    ¶ પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા.

  15. લૂક ૪:૨૧આશરે ઈ.સ. ૨૭

    ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’”

  16. લૂક ૪:૨૨આશરે ઈ.સ. ૨૭

    બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”

  17. લૂક ૪:૨૩આશરે ઈ.સ. ૨૭

    ¶ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો.

  18. લૂક ૪:૨૪આશરે ઈ.સ. ૨૭

    ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.

  19. લૂક ૪:૨૫આશરે ઈ.સ. ૨૭

    પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી;

  20. લૂક ૪:૨૬આશરે ઈ.સ. ૨૭

    તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો.

  21. લૂક ૪:૨૭આશરે ઈ.સ. ૨૭

    વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.

  22. લૂક ૪:૨૮આશરે ઈ.સ. ૨૭

    ¶ એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા;

  23. લૂક ૪:૨૯આશરે ઈ.સ. ૨૭

    તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા.

  24. લૂક ૪:૩૦આશરે ઈ.સ. ૨૭

    પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

  25. લૂક ૪:૩૧આશરે ઈ.સ. ૨૭

    ¶ પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા;