circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- લૂક ૩:૨૦આશરે ઈ.સ. ૨૬
એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.
- લૂક ૩:૨૧આશરે ઈ.સ. ૨૬
¶ સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગ ઊઘડી ગયું;
- લૂક ૩:૨૨આશરે ઈ.સ. ૨૬
અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
- લૂક ૩:૨૩આશરે ઈ.સ. ૨૬
¶ ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો,
- લૂક ૩:૨૪આશરે ઈ.સ. ૨૬
મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.
- લૂક ૩:૨૫આશરે ઈ.સ. ૨૬
¶ જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો,
- લૂક ૩:૨૬આશરે ઈ.સ. ૨૬
જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.
- લૂક ૩:૨૭આશરે ઈ.સ. ૨૬
¶ જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો,
- લૂક ૩:૨૮આશરે ઈ.સ. ૨૬
જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો,
- લૂક ૩:૨૯આશરે ઈ.સ. ૨૬
જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.
- લૂક ૩:૩૦આશરે ઈ.સ. ૨૬
¶ જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો,
- લૂક ૩:૩૧આશરે ઈ.સ. ૨૬
જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો,
- લૂક ૩:૩૨આશરે ઈ.સ. ૨૬
જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.
- લૂક ૩:૩૩આશરે ઈ.સ. ૨૬
¶ જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો,
- લૂક ૩:૩૪આશરે ઈ.સ. ૨૬
જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો,
- લૂક ૩:૩૫આશરે ઈ.સ. ૨૬
જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.
- લૂક ૩:૩૬આશરે ઈ.સ. ૨૬
¶ જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો,
- લૂક ૩:૩૭આશરે ઈ.સ. ૨૬
જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,
- લૂક ૩:૩૮આશરે ઈ.સ. ૨૬
જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.
- લૂક ૪:૧આશરે ઈ.સ. ૨૭
¶ ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા,
- લૂક ૪:૨આશરે ઈ.સ. ૨૭
તે દરમિયાન શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.
- લૂક ૪:૩આશરે ઈ.સ. ૨૭
¶ શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય.
- લૂક ૪:૪આશરે ઈ.સ. ૨૭
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”
- લૂક ૪:૫આશરે ઈ.સ. ૨૭
¶ શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
- લૂક ૪:૬આશરે ઈ.સ. ૨૭
શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;