મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૪૫:૬આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ “પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.

  2. હઝકિયેલ ૪૫:૭આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.

  3. હઝકિયેલ ૪૫:૮આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”

  4. હઝકિયેલ ૪૫:૯આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.

  5. હઝકિયેલ ૪૫:૧૦આશરે ઈ.પૂ. ૫૭૪

    ‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.

  6. હઝકિયેલ ૪૫:૧૧આશરે ઈ.પૂ. ૫૭૪

    એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.

  7. હઝકિયેલ ૪૫:૧૨આશરે ઈ.પૂ. ૫૭૪

    એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.

  8. હઝકિયેલ ૪૫:૧૩આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.

  9. હઝકિયેલ ૪૫:૧૪આશરે ઈ.પૂ. ૫૭૪

    તેલનો નીમેલો ભાગ આ પ્રમાણે એટલે દરેક કોર માટે, દરેક હોમેર માટે તથા દર હોમેર એક દશાંશ બાથ તેલનો હોવો જોઈએ, કેમ કે દશ બાથનો એક હોમેર થાય છે.

  10. હઝકિયેલ ૪૫:૧૫આશરે ઈ.પૂ. ૫૭૪

    ઇઝરાયલના પાણીવાળા પ્રદેશમાંનાં બસો ટોળાંમાંથી એક ઘેટું કે બકરો ખાદ્યાર્પણ તરીકે, દહનીયાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે લોકોને શુદ્ધ કરવા માટે આપવું. આમ પ્રભુ યહોવાહ કહે છે.

  11. હઝકિયેલ ૪૫:૧૬આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ દેશના બધા લોકોએ ઇઝરાયલના સરદારને આ હિસ્સો આપવો.

  12. હઝકિયેલ ૪૫:૧૭આશરે ઈ.પૂ. ૫૭૪

    પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા વિશ્રામવારોમાં, ઇઝરાયલી લોકોના ખાસ તહેવારોમાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો આપવાં એ સરદારોની જવાબદારી છે. તે ઇઝરાયલી લોકોનાં શુદ્ધિકરણ માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનીયાર્પણ તથા શાંત્યર્પણો પૂરા પાડશે.’”

  13. હઝકિયેલ ૪૫:૧૮આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.

  14. હઝકિયેલ ૪૫:૧૯આશરે ઈ.પૂ. ૫૭૪

    યાજક પાપાર્થાર્પણનું કેટલુંક રક્ત લઈને તે સભાસ્થાનની બારસાખ પર, વેદીના ચાર ખૂણા પર તથા અંદરના આંગણાના દરવાજે લગાડે.

  15. હઝકિયેલ ૪૫:૨૦આશરે ઈ.પૂ. ૫૭૪

    દરેક વ્યક્તિએ અજાણતાંથી તથા અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તેણે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. સભાસ્થાન માટે આ રીતે તમારે શુદ્ધ કરવું.

  16. હઝકિયેલ ૪૫:૨૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વ પાળવું. સાત દિવસ સુધી પાસ્ખાપર્વ પાળવું. તારે બેખમીર રોટલી ખાવી.

  17. હઝકિયેલ ૪૫:૨૨આશરે ઈ.પૂ. ૫૭૪

    તે દિવસે સરદારે પોતાના તથા ઇઝરાયલી લોકોના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે તૈયાર કરવો.

  18. હઝકિયેલ ૪૫:૨૩આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ એ પર્વના સાત દિવસ સરદાર યહોવાહ માટે દહનીયાર્પણ તૈયાર કરે સાત દિવસ ખોડખાંપણ વગરના સાત બળદો તથા ખોડખાંપણ વગરના સાત ઘેટાને, પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરાને રજૂ કરે.

  19. હઝકિયેલ ૪૫:૨૪આશરે ઈ.પૂ. ૫૭૪

    સરદાર દરેક બળદ એક એફાહ તથા ઘેટા માટે એક એફાહ, દરેક એફાહ એક હિન તેલ ખાદ્યાર્પણ તરીકે રજૂ કરે.

  20. હઝકિયેલ ૪૫:૨૫આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.’”

  21. હઝકિયેલ ૪૬:૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તે ખોલવામાં આવશે.

  22. હઝકિયેલ ૪૬:૨આશરે ઈ.પૂ. ૫૭૪

    સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

  23. હઝકિયેલ ૪૬:૩આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ વિશ્રામવારોના દિવસે તથા ચંદ્રદર્શનના દિવસે દેશના લોકો દરવાજા આગળ ઊભા રહીને યહોવાહનું ભજન કરે.

  24. હઝકિયેલ ૪૬:૪આશરે ઈ.પૂ. ૫૭૪

    વિશ્રામવારને દિવસે સરદાર દહનીયાર્પણ તરીકે યહોવાહ આગળ ખોડખાંપણ વગરનાં છ હલવાન તથા ખોડખાંપણ વગરનો એક ઘેટો ચઢાવે.

  25. હઝકિયેલ ૪૬:૫આશરે ઈ.પૂ. ૫૭૪

    દરેક હલવાન માટે એક એફાહ ખાદ્યાર્પણ તથા દરેક હલવાન માટે ખાદ્યાર્પણ પોતાની શક્તિ મુજબ આપવું, દરેક એફાહ દીઠ હીન તેલ આપે.