circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- એફેસીઓને પત્ર ૫:૨૭આશરે ઈ.સ. ૬૪
અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.
- એફેસીઓને પત્ર ૫:૨૮આશરે ઈ.સ. ૬૪
¶ એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;
- એફેસીઓને પત્ર ૫:૨૯આશરે ઈ.સ. ૬૪
કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
- એફેસીઓને પત્ર ૫:૩૦આશરે ઈ.સ. ૬૪
કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.
- એફેસીઓને પત્ર ૫:૩૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
- એફેસીઓને પત્ર ૫:૩૨આશરે ઈ.સ. ૬૪
આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
- એફેસીઓને પત્ર ૫:૩૩આશરે ઈ.સ. ૬૪
તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
- એફેસીઓને પત્ર ૬:૧આશરે ઈ.સ. ૬૪
¶ બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.
- એફેસીઓને પત્ર ૬:૨આશરે ઈ.સ. ૬૪
તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે,
- એફેસીઓને પત્ર ૬:૩આશરે ઈ.સ. ૬૪
‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”
- એફેસીઓને પત્ર ૬:૪આશરે ઈ.સ. ૬૪
¶ વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.
- એફેસીઓને પત્ર ૬:૫આશરે ઈ.સ. ૬૪
¶ દાસો સેવકો, જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો તેમ પૃથ્વી પરના જેઓ તમારા માલિકો છે તેઓને આદર સાથે નિખાલસ મનથી આધીન થાઓ;
- એફેસીઓને પત્ર ૬:૬આશરે ઈ.સ. ૬૪
માણસોને પ્રસન્ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ મન વગરનું કામ કરનારની રીતે નહિ, પણ ખ્રિસ્તનાં સેવકોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો,
- એફેસીઓને પત્ર ૬:૭આશરે ઈ.સ. ૬૪
માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો;
- એફેસીઓને પત્ર ૬:૮આશરે ઈ.સ. ૬૪
જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.
- એફેસીઓને પત્ર ૬:૯આશરે ઈ.સ. ૬૪
¶ વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.
- એફેસીઓને પત્ર ૬:૧૦આશરે ઈ.સ. ૬૪
¶ અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ.
- એફેસીઓને પત્ર ૬:૧૧આશરે ઈ.સ. ૬૪
શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.
- એફેસીઓને પત્ર ૬:૧૨આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે.
- એફેસીઓને પત્ર ૬:૧૩આશરે ઈ.સ. ૬૪
એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.
- એફેસીઓને પત્ર ૬:૧૪આશરે ઈ.સ. ૬૪
¶ તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને
- એફેસીઓને પત્ર ૬:૧૫આશરે ઈ.સ. ૬૪
તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો.
- એફેસીઓને પત્ર ૬:૧૬આશરે ઈ.સ. ૬૪
સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.
- એફેસીઓને પત્ર ૬:૧૭આશરે ઈ.સ. ૬૪
¶ અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.
- એફેસીઓને પત્ર ૬:૧૮આશરે ઈ.સ. ૬૪
પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.