circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- એફેસીઓને પત્ર ૪:૯આશરે ઈ.સ. ૬૪
¶ તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
- એફેસીઓને પત્ર ૪:૧૦આશરે ઈ.સ. ૬૪
જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
- એફેસીઓને પત્ર ૪:૧૧આશરે ઈ.સ. ૬૪
¶ વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
- એફેસીઓને પત્ર ૪:૧૨આશરે ઈ.સ. ૬૪
તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
- એફેસીઓને પત્ર ૪:૧૩આશરે ઈ.સ. ૬૪
ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.
- એફેસીઓને પત્ર ૪:૧૪આશરે ઈ.સ. ૬૪
¶ જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
- એફેસીઓને પત્ર ૪:૧૫આશરે ઈ.સ. ૬૪
પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
- એફેસીઓને પત્ર ૪:૧૬આશરે ઈ.સ. ૬૪
એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
- એફેસીઓને પત્ર ૪:૧૭આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
- એફેસીઓને પત્ર ૪:૧૮આશરે ઈ.સ. ૬૪
તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
- એફેસીઓને પત્ર ૪:૧૯આશરે ઈ.સ. ૬૪
તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
- એફેસીઓને પત્ર ૪:૨૦આશરે ઈ.સ. ૬૪
¶ પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
- એફેસીઓને પત્ર ૪:૨૧આશરે ઈ.સ. ૬૪
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
- એફેસીઓને પત્ર ૪:૨૨આશરે ઈ.સ. ૬૪
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
- એફેસીઓને પત્ર ૪:૨૩આશરે ઈ.સ. ૬૪
¶ અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
- એફેસીઓને પત્ર ૪:૨૪આશરે ઈ.સ. ૬૪
અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.
- એફેસીઓને પત્ર ૪:૨૫આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
- એફેસીઓને પત્ર ૪:૨૬આશરે ઈ.સ. ૬૪
ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
- એફેસીઓને પત્ર ૪:૨૭આશરે ઈ.સ. ૬૪
અને શેતાનને સ્થાન આપો નહિ.
- એફેસીઓને પત્ર ૪:૨૮આશરે ઈ.સ. ૬૪
¶ ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
- એફેસીઓને પત્ર ૪:૨૯આશરે ઈ.સ. ૬૪
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
- એફેસીઓને પત્ર ૪:૩૦આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
- એફેસીઓને પત્ર ૪:૩૧આશરે ઈ.સ. ૬૪
¶ સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
- એફેસીઓને પત્ર ૪:૩૨આશરે ઈ.સ. ૬૪
તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.
- એફેસીઓને પત્ર ૫:૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;