circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- એફેસીઓને પત્ર ૨:૨આશરે ઈ.સ. ૬૪
એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા;
- એફેસીઓને પત્ર ૨:૩આશરે ઈ.સ. ૬૪
તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.
- એફેસીઓને પત્ર ૨:૪આશરે ઈ.સ. ૬૪
¶ પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે,
- એફેસીઓને પત્ર ૨:૫આશરે ઈ.સ. ૬૪
આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો;
- એફેસીઓને પત્ર ૨:૬આશરે ઈ.સ. ૬૪
અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા;
- એફેસીઓને પત્ર ૨:૭આશરે ઈ.સ. ૬૪
એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.
- એફેસીઓને પત્ર ૨:૮આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે;
- એફેસીઓને પત્ર ૨:૯આશરે ઈ.સ. ૬૪
કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે;
- એફેસીઓને પત્ર ૨:૧૦આશરે ઈ.સ. ૬૪
કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.
- એફેસીઓને પત્ર ૨:૧૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા;
- એફેસીઓને પત્ર ૨:૧૨આશરે ઈ.સ. ૬૪
તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.
- એફેસીઓને પત્ર ૨:૧૩આશરે ઈ.સ. ૬૪
¶ પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો.
- એફેસીઓને પત્ર ૨:૧૪આશરે ઈ.સ. ૬૪
કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે;
- એફેસીઓને પત્ર ૨:૧૫આશરે ઈ.સ. ૬૪
સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,
- એફેસીઓને પત્ર ૨:૧૬આશરે ઈ.સ. ૬૪
અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.
- એફેસીઓને પત્ર ૨:૧૭આશરે ઈ.સ. ૬૪
¶ અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી;
- એફેસીઓને પત્ર ૨:૧૮આશરે ઈ.સ. ૬૪
કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.
- એફેસીઓને પત્ર ૨:૧૯આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો.
- એફેસીઓને પત્ર ૨:૨૦આશરે ઈ.સ. ૬૪
પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;
- એફેસીઓને પત્ર ૨:૨૧આશરે ઈ.સ. ૬૪
તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે;
- એફેસીઓને પત્ર ૨:૨૨આશરે ઈ.સ. ૬૪
તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.
- એફેસીઓને પત્ર ૩:૧આશરે ઈ.સ. ૬૪
¶ એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,
- એફેસીઓને પત્ર ૩:૨આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.
- એફેસીઓને પત્ર ૩:૩આશરે ઈ.સ. ૬૪
¶ પ્રકટીકરણથી તેમણે ઈશ્વરે મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું;
- એફેસીઓને પત્ર ૩:૪આશરે ઈ.સ. ૬૪
તે વાંચીને તમે ખ્રિસ્તનાં મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.